________________
ખાવા, પીવાનું, પહેરવા ઓઢવાનું કે સાજ-શણગાર કરવાનું ભૂલી ગઈ છું.(અર્થાત્ આપના વિરહમાં મારા અસ્તિત્વનો જ નાશ થયો છે.) શું તમારો આવો પીડાકારી સ્નેહ છે?
હવામી! તમે કેવા નિષ્ફર થઈ ગયા છો કે બીજાની વિરહ વેદના પણ સમજતા નથી. મને પ્રેમ રોગની અગ્નિમાં બાળી તમે એકપણ વાંક-ગુનો તમારા સિરે નથી લીધો? હે નાથ! આવી રીતે અળગાં રહેશો તો પિયુ પ્રત્યેનો પ્રેમ નષ્ટ થશે. જળની માછલી પાણી વિના ક્ષણવારમાં મૃત્યુ પામે છે, તેને વધુ દુઃખ ભોગવવું નથી પડતું પણ હું તમારા વિના ક્ષણવાર પણ રહી શકતી નથી. તમારો વિરહ ખમાતો નથી. પત્નીને આવી લાંબી જુદાઈ આપવી, તેનાથી દીર્ધકાળ સુધી દૂર રહેવું એ ઉત્તમ રીત નથી. તમે ચક્રવાક પક્ષીની જેમ મારી સાથે અખંડ પ્રીતિ રાખો. રઘુવંશી રામ અને કેલાસ પતિ શંકર ભગવાને પ્રતિકૂળતામાં પણ પત્નીને સદા સાથે રાખી છે. હે નાથ ! આ રીતે તમારી પત્ની પ્રત્યે હૃદય પત્થર જેવું કઠણ ન કરો. હે આર્યપુત્ર! તમારા વિના આ ઘર, આંગણ અને ઢોલિયાં સૂનાં પડ્યાં છે.
... ૪૨૮ આર્યપુત્ર! દિવસ તો કામકાજ અને સખીઓ સાથે વાર્તાલાપ કરવામાં પસાર થઈ જાય છે પણ આ રાત્રિની વેળા કોઈ રીતે વ્યતીત થતી નથી. એક અનુરાગી (પ્રેમી) અને બીજો રોગી આ બન્નેની નિદ્રા હરામ બને છે. હે પ્રાણેશ્વર ! તમે મને એક પણ પત્ર ન લખ્યો? (શું મારા પ્રેમમાં કોઈ ખોટ હતી કે, તમે મારી સાથે કોઈ પણ જાતનો સંબંધ (સ્નેહ) ન રાખ્યો. પોતાની પત્ની ઉપર ભલા કેવો દ્વેષ? અરે! પુત્રનો શું ગુનો હતો કે તેની પણ ઉપેક્ષા કરી?' કવિ ઋષભદાસ કહે છે કે સુનંદાએ વિલાપ કરતાં પતિને સ્નેહ અખંડ રાખવાની વિનંતી કરી.
... ૪૨૯ દુહા : ર૬ અસ્યાં વચન મુખિ ચિરઈ, અભયકુમારની માય; રુદન કરંતિ ભાખતી, નીજ પીઉ તણી કથાય
••• ૪૩૦ અર્થ - અભયકુમારની માતા સુનંદા પતિની યાદ આવતાં કરુણ વચનો ઉચ્ચારતી વિલાપ કરવા લાગી, તેણે રડતાં રડતાં બાળકને પોતાના પતિનો વૃતાંત કહ્યો. (સુનંદાની આંખમાંથી ચોધાર અશ્રુ વરસતા હતા. અભયકુમારે પોતાના નાનકડા હાથો વડે માતાના આંસુ લૂછડ્યા.)
... ૪૩૦ ઢાળઃ ર૩ રાજગૃહી નગરી તરફ પ્રયાણ
ચાલિ ચતુર ચંદ્રાનની એ દેશી. પૂત પરદેસિઅ તેહનો, ગયો પરણી નઈ મુઝ રે; લખીએ ચીઠી એક આપતો, અપાવીય છઈ તુઝરે
... ૪૩૧ પૂ. વાંચીય માયનઈ સુત કહઈ, જઈઈ ચાલિ જિહાં તાત રે; બાપ પૃથવી પતિ રાજીઉં, બેઉ સજ થઈ જાત રે
••• ૪૩૨ પૂ. સેઠ ધનાવા માયનિ, જઈ લાગતાં પાય રે; સીખ માગઈ બેહુ સંચરઈ, માત ગલગલી થાય રે
••• ૪૩૩ પૂ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org