________________
૮૯
રડતાં કહ્યું, “તમે હવે અમને ક્યારે અને ક્યાં મળશો? દીકરી!અમને ભૂલી નહીં જતી.” ... ૪૩૪
(અભયકુમારે નાના-નાનીનાં આશીર્વાદ મેળવ્યાં. શેઠ-શેઠાણીએ માર્ગમાં જતાં જરૂરી સૂચનાઓ આપી વિદાય કર્યા.) માતા અને પુત્રએ રથમાં બેસી રાજગૃહી નગરી તરફ જવા પ્રયાણ કર્યું ત્યારે ગામના પાદર સુધી કુટુંબીજનો વળાવવા ગયા. અભયકુમાર અને સુનંદાએ છેવટે માતા-પિતાની અને વજનોની રજા લીધી. સૌને પગે લાગી માતા પુત્ર રથમાં બેસી ચાલ્યા.
..૪૩૫ સુનંદાના માતા પિતા રથને જતાં જોઈ રહ્યાં. રથ દેખાતો બંધ થતાં તેઓ પાછા વળ્યા. માતા અને પુત્રએ શુકન-અપશુકન જોઈ યાત્રા પ્રારંભ કરી. કેટલાક દિવસોના પ્રવાસ પછી માતા અને પુત્ર રાજગૃહી નગરીની સમીપમાં પહોંચ્યા.
...૪૩૬ અભયકુમાર પોતાની માતા સાથે રાજગૃહી નગરીના બહારના ઉદ્યાનમાં આવ્યા. તેમણે રથને પાછો વાળ્યો. માતાને કહ્યું, “હું નગરના રાજા કોણ છે તેની તપાસ કરી આવું.' ...૪૩૭.
સુનંદાએ પુત્રને શીખામણ આપતાં કહ્યું, “બેટા!રાજગૃહી નગરી ઘણી મોટી છે. આ નગરીથી તું અજાણ છે. અહીં તને કોઈ ધુતારાઓ હાથ પકડી ઠગી ન જાય તેનું ધ્યાન રાખજે. તું હજી બાળક છે. તેને કોઈ પકડી જશે તો મારી દેખરેખ કોણ કરશે?”
...૪૩૮ અભયકુમારે કહ્યું, “માતા! તમે ડરશો નહીં. તેમને કોઈ તકલીફ નહીં થાય.) તમે જો જો અહીં વિલાસ અને આનંદની છોળો ઉડશે કારણ કે આપણને અહીં આવ્યા ત્યારે માર્ગમાં નાગરવેલનાં પાન (તંબોલ)નાં શુકન થયાં છે.”
... ૪૩૯ અભયકુમાર માતાના આશીર્વાદ મેળવી નગર તરફ ગયા. તેમને નગરની પોળમાં પ્રવેશતાં શુભ શુકન થયાં. એક કુંવારી કન્યાહાથમાં થાળી લઈને આવી. આ થાળીમાં શ્રીફળ અને કુમકુમ હતા....૪૪૦
કન્યાના હાથમાં અવ્વાણું (મંગળ પ્રસંગે ભરવામાં આવતું એક અખંડ અનાજનું પાત્ર) હતું. તેમાં સોપારી, દુર્વા(દરો) હતી. અભયકુમાર શુભ શુકન જોઈ ઉતાવળા ચાલતા નગરમાં પ્રવેશ્યા. જાણે કોઈ મનોવાંછિત શુભ ન થવાનું હોય!
... ૪૪૧ નગરના ચૌટા પર સ્ત્રીઓ એકબીજાને સાદ કરી કહેતી હતી. સ્ત્રીઓની વાત સાંભળી અભયકુમાર જ્યાં લોકોનું ટોળું એકઠું થયું હતું ત્યાં ગયા. રાજાના ચારસો નવાણું (૪૯૯) મંત્રીઓ હતા. રાજાને એક પ્રધાનમંત્રીની જરૂર હતી.
.. ૪૪૨ મહામંત્રીની નિમણૂંક એક પરધાન જોઈઈ વડો, જોવાતાસ પરીખ્યાય રે; વારિ હિણો કૂઉ જોઈ કરી, નાંખી તિહાં મુદ્રાય રે
• ૪૪૩ પૂ. નૃપ કહઈ કુપ કંઠઈ રહી, લીઈ કોય મુદ્રાય રે; પ્રધાન પણું સહી તેહ લઈ, દીય શ્રેણિક રાય રે
... ૪૪૪ પૂ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org