________________
૬૮
પુત્રી સુનંદા સાથે વિવાહ કરી ત્યાં સુખેથી રહે છે.’'
૩૧૩
મહારાજાએ કહ્યું, ‘‘સાર્થવાહ ! તારી વાત પર હું ભરોસો કેવી રીતે કરું ? જ્યાં સુધી હું સ્વયં મારા પુત્રને ન જોઉં, ત્યાં સુધી બીજાની વાતો પર વિશ્વાસ કેમ કરું ? વળી સાર્થવાહ ! તું મને સારું લગાડવા મીઠું મીઠું. બોલે છે પણ આજ દિવસ સુધી મારા પુત્રના કોઈએ સમાચાર કેમ ન આપ્યા’'
... ૩૧૪
રાજાએ(સાર્થવાહની વાતોમાં સત્યતાનો અંશ પારખવા) કહ્યું, “તે કયા વનમાં રહ્યો હતો ? ત્યાં તેણે શું વાયડું(ગેસ ઉત્પન્ન કરે તેવું) ભોજન ખાધું ? તેણે કયા અજાણ્યા ઘરે પેટ ભર્યું ? રાજમહેલમાં રહેનારા મારા પુત્રે ભૂખ-તરસની પીડા કેવી રીતે સહન કરી હશે ? તે દેશ-પરદેશમાં ક્યાં ક્યાં ફર્યો ? સાર્થવાહ ! શું આ સર્વ માહિતી તું મને આપી શકીશ ?’’
. ૩૧૫
સાર્થવાહે મક્કમતાપૂર્વક કહ્યું, “મહારાજ! હું જૂઠું નથી બોલતો. તમારા પુત્ર સાથે મેં બેનાતટ નગરે વ્યાપાર કર્યો છે. તેણે મારા પણ ઘણો ઉપકાર કર્યો છે. (તેની કુશાગ્ર બુદ્ધિની પ્રશંસા શું કરું !) તેની બુદ્ધિ સાગર સમાન અપાર છે.
૩૧૬
(ધનાવાહ શેઠને ત્યાં મેં તેને ઓળખી લીધો)મેં જ્યારે તેમનું નામ લઈને પૂછ્યું કે, કુમાર ! તમે રાજગૃહી નગરીમાં રહો છો. તમારું નામ શ્રેણિક છે ? મારાં આ વચનો સાંભળી રાજકુમાર મારા પર ખૂબ ખીજાયો. તેમણે મારી પ્રતિષ્ઠાનો કોઈ પણ વિચાર ન કર્યો.
૩૧૭
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
કુમારે મને પોતાનો પરિચય આપતાં અટકાવ્યો. મેં તે સમયે કોઈને ન કહેવાનો નિયમ લીધો. આપની દયનીય સ્થિતી જોઈ મેં કુમારની જાણકારી આપી. મેં મારી મર્યાદાનો ભંગ કર્યો છે. બેનાતટ નગરમાં ધનાવાહ શેઠને ત્યાં તે આનંદથી રહે છે. તે ચોક્કસ રાજકુમાર શ્રેણિક જ છે.
... ૩૧૮
મહારાજા ! (આ વાત તદ્દન સત્ય છે) જો હું કાંઈ જુંઠું બોલતો હોઉં તો મને બાલહત્યા, ગૌહત્યા આદિનું પાપ લાગશે !'' (પુત્રના સમાચારથી મહારાજાની આંખોમાં ઝળહળિયાં આવ્યાં.) મહારાજાએ અગત્યની સૂચના આપતાં સાર્થવાહને કહ્યું, ‘‘આ વાત બીજા કોઈને ન કહેજે. હું એક પત્ર બેનાતટ નગરે મોકલીશ. વાસ્તવમાં જો એ શ્રેણિક હશે તો મારી સમસ્યા વાંચી તે સ્વંય આવશે.’'
ન
૩૧૯
મહારાજાએ પુત્રની વધામણીનાં સારા સમાચાર સાંભળી સાર્થવાહને ખુશાલી નિમિત્તે કિંમતી વસ્તુઓ ભેટ આપી ખુશ કર્યો. કવિ કહે છે કે મહારાજા સમસ્યાની ભાષામાં કુમારને પત્ર લખે છે. હવે રાજકુમાર શ્રેણિક પોતાના પિતાનો કેવો વિનય કરશે (પગે લાગશે) તે સાંભળો.
૩૨૦
આદિ અક્ષર, જેના વિના માનવ જીવન શક્ય નથી. મધ્યમ અક્ષર વિના જગતનો આધાર શક્ય નથી. અંતિમ અક્ષર વિના પંથ પર ચાલવું શક્ય નથી.(અર્થાત્ શ્રેણાંજ = ડાંગર, તેનું બીજ = ચાવલ. તેનો પ્રથમ અને અંત્ય અક્ષર = ચાલ થાય. દેહનો આધાર = પ્રાણ થાય, તેનો અંત્ય અક્ષર = ણ એટલે ચાલણ થયું. હે બુદ્ધિમાન ! ઉતાવળથી આ તરફ પ્રયાણ કરજો.) ચારે દિશાઓમાં વાયુ ફુંકાય છે, અર્થાત્ તારા વિના
રાજ્ય વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે.
૩૨૧
Jain Education International
For Personal & Private Use Only
...
www.jainelibrary.org