________________
૭૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
જ્યારે પિતા તરફથી પ્રશંસા મળવી જોઈએ ત્યારે પ્રેમને બદલે નફરત મળી તેથી હે પિતાજી! હું આપનાનગરને છોડી આ સ્થાને આવ્યો છું. તમે આ વાત અંત:કરણ પૂર્વક વિચારો. ...૩૩૫
પિતાજી! એક પુત્રને તમે ખાવા સુખડી આપો તો બીજા પુત્રને તમે ગાળોનો વરસાદ વરસાવો? આપ સર્વપુત્રોને સમાનદ્રષ્ટિએ જુઓ. તમે સુપુત્ર-કુપુત્ર વચ્ચે પક્ષપાત ન કરો. ... ૩૩૬
જ્યાં સુપુત્ર અને કુપુત્ર વચ્ચે સમાન દૃષ્ટિ હોય છે, ત્યાં કોઈ પુત્રો પોતાના વડીલોનાં વચનોનું ઉથાપન કરતા નથી. ગુરુદેવ પણ પોતાના શિષ્યના ઉજળા ભવિષ્ય માટે ક્યારેક કટુવચનો બોલે છે, ત્યારે ઉત્તમ શિષ્ય ગુરુ પ્રત્યે રોષ પ્રગટ કરતા નથી.
... ૩૩૭ જેના હૈયે કંઈક સ્વાભિમાન છે તેવી વ્યક્તિ માતા-પિતા,ગુરુ અને રાજા તરફથી અપમાનિત થતાં દેશ, નગર અને રાજ્ય છોડી (પરદેશ) ચાલ્યો જાય છે.
... ૩૩૮ પિતાજી! તમે વારંવાર મારું અપમાન કર્યું તેથી મેં પરદેશની વાટ પકડી. પિતાજીના વચનો મસ્તકે ધરતાં (આશીર્વાદથી) મને સર્વ વસ્તુઓ, સર્વ સુખો ઉપલબ્ધ થયાં છે.
... ૩૩૯ હતાત!એકસો પગનો સ્વામી એવો કાનખજૂરો કદી એક પગ તૂટતાં એકલો (અપંગ) બની શકે ? આ પૃથ્વીના છેડા સુધી (જ્યાં સુધી આ પૃથ્વી છે ત્યાં સુધી) કોઈ પણ વ્યક્તિ વિના કોઈનું પણ કાર્ય અટકશે નહિ. ... ૩૪૦
પિતાજી ! કાનખજુરાની જેમ તમારા એકસો પુત્રો છે. તે ઘણાં બળવાન અને વિદ્યાવંત છે. તેમાંથી એક મૂર્ખ એવો શ્રેણિક પરદેશ ગયો, તે તમને શું કામ આવશે? (તેના અભાવમાં તમારું શું કાર્ય અટકશે?) ... ૩૪૧
આ પ્રમાણે પત્ર લખી રાજકુમાર શ્રેણિકે પોતાના પિતા પ્રસેનજિત રાજાને દૂત દ્વારા મોકલ્યો. દૂતે રાજગૃહી નગરીમાં આવી પ્રસેનજિત રાજાના હાથમાં પત્ર આપ્યો. પત્ર જોઈ રાજાના નયનોઠર્યા. “આ શ્રેણિક જ છે, તેવું જાણી રાજાનું મન પ્રફુલ્લિત બન્યું.
... ૩૪૨ રાજકુમાર શ્રેણિકની વાકપટુતાથી પ્રભાવિત થયેલા મગધ દેશના મહારાજા પ્રસેનજિતના હૈયામાં હર્ષની હેલીઓ ચઢી. તેમણે પોતાના વિનયવાન પુત્રની રાજસભામાં તેની ખૂબ પ્રશંસા કરી. .. ૩૪૩
નવાણુ ભાઈઓ તરત જ બોલ્યા, “પિતાજી!ભ્રાતા શ્રેણિકને સારા સથવારા સાથે સત્વરે તેડાવો. મોટાભાઈને અહીં બોલાવી અમને સનાથ બનાવો.”
... ૩૪૪ સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ કહે છે, નગરધણીએ પોતાના સ્વામાની પુત્રને રાજગૃહી નગરીમાં બોલાવવા પુનઃ પત્ર લખ્યો. તેમણે પત્રમાં લખ્યું કે, “પુત્ર! ગુણીજનો બીજા દ્વારા દુભવ્યા છતાં હૃદયમાં કદી રોષ રાખતા નથી
... ૩૪૫ દુહા : ૨૧ ષટ પદ વાહન તાસ સુત, તથિ વાહવતાસ; મનિ કરી તુમ માનયો, હઈઈ જો તુમારઈ રકાસ, અરÉ હંસતુમ કહઈ જઈ
... ૩૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org