________________
४४
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
દૃષ્ટિથી શેઠને જોવા લાગ્યા.
...૧૬૯ રાજકુમારે સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું, “હે શેઠજી ! તમે ચિંતા ન કરો) તમારું સર્વ કાર્ય સંપન થશે. તમારી પાસે જે માટી છે તેનું નામ તેજંતૂરી છે. (તે તુચ્છ નથી પણ ખૂબ કિંમતી છે) વહાણમાં જેટલી માટી ચોંટેલી હોય તે પણ ઉખેડીને અહીં લાવો.”
...૧૭૦ ધનાવાહ શેઠ જ્યારે માટીના કોથળા લાવ્યા ત્યારે રાજકુમાર શ્રેણિકે કહ્યું, “હું પરદેશ જઈ વ્યાપાર કરીને પાછો આવું પછી આતેજંત્રી(વિશે વિચારીશું)નું કાર્ય કરશું.
... ૧૭૧ શેઠજી! હું તમને કિંમતી રત્નો આપું છું, તેનાથી તમે વ્યાપાર કરજો.” ત્યારે શેઠે ચિંતીત રવરે કહ્યું, “હે કુમાર !તમે અહીંથી ક્યાંય પણ ચાલ્યા જવાનું નામ ન લેશો.
.. ૧૭૨ - તમારે જે કરવું હોય તે કાર્ય અહીં રહીને જ કરો. (તમે ચાલ્યા જશો તો આ ધૂળ ધૂળ જ રહેશે, ધન નહીંથાય). શું તમે મને દુઃખના મહાસાગરમાં ફેંકવા ઈચ્છો છો? મહાપુરુષોના બોલેલા શબ્દો અફર હોય છે તેથી હે કુમાર !તમે હૃદયે વિવેક ધરી અહીં જ રહો(વિદેશ જવાની વાત ન કરો.)'' ... ૧૭૩
દુહા : ૧૩ સજ્જન પુરુષે પડવજો, દાદુર મુખ પોયણાંયે; પહેલાં દીસે તુચ્છવલી, રીષભ પછઈ ગરૂઆંય
... ૧૭૪ ઈતર નરનું આદર્, અધમો નૃપ વસંય;
રાસબ બોલિ વાઘતો, કવિ કહઈ પછિ હલ્યાંય અર્થ:- દુર્જનનાં પોચાં (જેવા તેવા) વચનો પણ જો સજ્જનોએ ગ્રહણ કર્યા હોય તો તે તુચ્છ દેખાય છે પણ પછીથી તે મોટાઈને માટે થાય છે, અથાતુ કૃપા આપનાર બને છે.
..૧૭૪ જ્યારે અધમ રાજાનનું વચન સજન માણસે આદરેલ હોય તો પણ હલકાઈને પામે છે, જેમ ગધેડો વાઘનું મહોરું પહેરી વાઘ જેવો દેખાય પણ ભૂકે ત્યારે ખ્યાલ આવી જાય કે “આ તો ગધેડો છે. આ પ્રમાણે હલકાઈ(નીચતા) પ્રગટ થાય છે.
.. ૧૭૫ ઢાળ : ૧૧ ચાર પ્રકારના પુરુષ લંકામાં આવ્યા શ્રી રામ - એ દેશી. રાગ-મારૂ. એક પુરુષ જસી પરવાલી રે, રંગ દઈને દેહી વાલી રે; તે તો ન દીયે બીજાઈ રંગ રે, કીજીયે તેનો સંગ રે એક ચૂના સરિખા પુરુષ રે, તે ન દેખતાં આવે હરખ રે; રંગ હીણો દે રંગ અસાર રે, જગ ધન્ય તેનો અવતાર એક વડ સરીખા ઘરે રે, ગુણ હીણાં બેઠા રેહિ ઘરે રે; રંગ હીણો રંગ ન આપે રે, વણ દીધે જ નવિ વ્યાપ રે
... ૧૭૮
••• ૧૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org