________________
૪૫
૧૭૯
તું તો કેસર સરખો કાંહાં રે, રંગ પૂરો પરખ નીધ્યાન રે; રવામી મુઝનિ રંગ આપો રે, દારિદ્રની ધોલક કાપો રે તુમ સરખા નર ગુણ રાજ રે, માહા પુજે મલીયા આજ રે; કરી સોવન મુઝનઈ દીજે રે, અરધું તમે વહેંચી લીજે રે કરે મીનત સબલી શાહ રે, હવે ઝુરણા મન માય રે; વલી ચિંતે તેણિ ઠામ રે, નવિ જઈએ વારંતાં ગામ રે તવ બોલો શ્રેણિક રાય રે, સાંભલ જે ધનાવા સાહ રે; નામ ઠામ નઈ માત પિતાય રે, નવિ પૂછો તો રહુએણઈ ડાય રે
.. ૧૮૨ તવ બોલો વાણિગ એમ રે, જિમ કઈસો કરસું તોમો રે;
કરી કોલ રહ્યો નર તિહાયો રે, હવઈ હરખ ઋષભ મન માંહો રે ... ૧૮૩ અર્થ :- “આ જગતમાં ચાર પ્રકારના પુરુષો છે. એક પરવાળા(પરવાલા) રત અથવા પરવાલી(પારકી બાળા) જેવા પુરુષો છે. જે તન લગાડી બાળે છે. તે બીજાને પોતાનો રંગ ન આપે. તેવી વસ્તુનો સંગ કરવાથી શું લાભ થાય?
(ભાવાર્થ : પરવાળા રત્નની ભસ્મ કરવામાં આવે તો પણ તે તેનો સંગ છોડતું નથી. લાલ જ રંગ રહે છે; કાળું થતું નથી. બાળા પણ પોતાનો સંગ (પ્રેમ) બીજાને આપતી નથી. અર્થાત્ એક તરફી દેહ બળે છે – પ્રેમ કરવો પડે છે.)
એક ચૂના જેવાં વ્યક્તિઓ છે. તેમને જોઈને હર્ષનો અનુભવ ન થાય. તેમના સંગથી નહીં જેવો અલ્પ રંગ લાગે. આ રંગ પણ અસાર છે. જગતમાં તેઓ પ્રમાણમાં કંઈક સારાં છે.
... ૧૭૭ એક ઘટાદાર વટવૃક્ષ સરખા વ્યક્તિઓ હોય છે. જેઓ ગુણ રહિત હોય છે. તેઓ આખો દિવસ ઘરમાં જ બેસી રહે છે. તેઓ અલ્પ પ્રમાણમાં પણ લોકોનો સંગ કરતા નથી તેથી બીજાને તેમનો રંગ લાગતો નથી. બીજાને આપ્યા વિના યશ પ્રતિષ્ઠા પણ ક્યાંથી મળે?
... ૧૭૮ હે કુમાર! તમે તો કેસર પુરુષ છો. (જે પોતે બીજાને રંગ આપે જેના સંગથી બીજા પણ ધનવાન બને, તે ઉત્તમ છે.) તમારા સંગથી મારામાં રંગ આવશે. તમે પોતે ધનના પારખુ છો.” શેઠે ભારપૂર્વક વિનંતી કરતા કહ્યું, “તમને તમારા સંગની જરૂર છે જેથી હું મારી પ્રતિષ્ઠતા, ધન મેળવી શકું.) મને તમારો રંગ આપો. મારી દરિદ્રતાની થપાટ દૂર કરો.
... ૧૭૯ તમારા જેવા ગુણિયલ અને ભાગ્યશાળી વ્યક્તિ પ્રચુર પુણ્યના ઉદયથી મને આજે મળ્યા છે. તમે આ માટીવેચીને સુવર્ણ મેળવો, જે લાભ થશે તેમાંથી અડધો હિસ્સો તમે વહેંચી લેજો.” . ૧૮૦
ધનાવાહ શેઠે આગ્રહપૂર્વક વિનંતી કરી રાજકુમાર શ્રેણિક(પરદેશી શેઠ)ને પરદેશ ન જવા માટે રોકવા પ્રયત્ન કર્યો. શેઠ સતત મનમાં આર્ત-રૌદ્ર ધ્યાન કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે, “જો હું કુમારને પરદેશ જતાં ન રોકી શકું તો જીવીને શું ફાયદો?' (મને રત્ન ન જોઈએ, નદીમાં પડીને આત્મહત્યા કરવી
..૧૭૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org