________________
૪૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
... ૧૬૨
... ૧દO.
દુહા ઃ ૧૧ નિર્ધનની અવદશા લજ્જા મત સતસીલ કુલ, ઉદ્યમ વરત પલાય; ગાજા ન તેજ માંન જ વલી, એ ધન જાતાં જાય
.. ૧૬૦ જો સંપે તો મીત જત્ત, રિધિ વિણ મીત ન હોય; કમલ સુર બેઈ ધન ઉલવણ વેરી હોય
.. ૧૬૧ રથિ પૂંજા પાંચીએ, ધન પાખે ગુણ જાયે; ધન વિહોણાં માનવી, મરતગ સમ તાલય અહો દલિદ્રહી તુઝ નમું, હુઉં સાધિ તુમ પસાય; હું દેખું જન જગત નઈ, મુઝ ન દેખે તાય
...૧૬૩ શ્લોકઃ વયોધર ઘાતયો વરઘ, જેષ્ઠ વરધી ચ; બહુશ્રુતા સરોપી ધનો વરઘ, ધા રે દ્રવૃત કંકર
•.. ૧૬૪ અર્થ :- ધન જવાથી લજ્જા (શરમાળપણું), બુદ્ધિ (અભિપ્રાય), સત્ય, શીલ (સદાચાર), કુલાચાર, ઉદ્યમ, વ્રત (નિયમ) પલાયન થાય છે. તેમની પાછળ કોઈ ગાજાવાજા ન થાય અર્થાત્ એમને કોઈ માનમોભો કે સન્માન ન મળે. ધન જતાં ઉપરોક્ત સર્વબાબતો વિદાય લે છે.
વિશ્વમાં સંપત્તિ છે, તો લોકો તમારા મિત્ર છે. નિર્ધનનાં કોઈ મિત્ર ન હોય, લક્ષ્મી અને સૂર્ય બંનેની છે, છતાં તેને ઢાંકનાર વાદળ (વૈરી) આવી જાય તો તેમનો વિકાસ અટકે છે.
.. ૧૬૧ રથનું પૈડું પણ લગ્ન પ્રસંગે પૂજાય છે પરંતુ નિર્ધનને કોઈ પૂછતું પણ નથી. ધન વિનાના ગુણવાનની પણ કિંમત નથી. ધન વિનાના માનવી જીવતા છતાં મરતક (મરેલા) સમાન નિરર્થક ગણાય છે. .. ૧૬૨
અહો! દરિદ્રરૂપી પુરુષ! હું તને નમસ્કાર કરું છું. તારા પસાયથી એક નવી જાતનો સિદ્ધ પુરુષ હું થઈ ગયો છું. ફરક માત્ર એટલો જ છે કે, “હું જગતને જોવું છું પણ લોકો મારી સામું જોતા નથી.” (જાણે હું સિદ્ધ પુરુષની જેમ અદશ્ય ન હોઉં? માંગવા માટે આંગણે ઊભો હોઉં તો પણ દરિદ્રતારૂપી અંજનથી હું સિદ્ધ પુરુષ નહોઉં? તેમ લોકો મને બાય બાય કરે છે.)
... ૧૬૩ અમીરોને ત્યાં ધાતુઓ વૃદ્ધિ પામે છે. ગરીબોને ત્યાં નાનાં મોટાં છોકરાઓની ઉત્પત્તિ વધે છે. ધનિકોને ત્યાં રૂપિયા ગણે ત્યારે તેનો અવાજ થાય છે જ્યારે ગરીબોને ત્યાં છોકરાઓનો(ભૂખથી રડવાનો) અવાજ થાય છે. ધનિકોને ત્યાં નોકર ચાકર હોય છે ત્યાં અમારે(ગરીબ) શું કામ કરવાનું છે? એમ પૂછવું પડે છે. ઋદ્ધિ, અવાજ અને નોકર એમ ત્રણ રીતે ધનિક અને ગરીબ સમાન છે, તેવું જણાય છે. ... ૧૬૪
દુહા : ૧૨ એક સોનું નઈ સુંદરી, પુન્ય તણઈ અધિકાર; પ્રિત પુરુષે પ્રજા વિના, નવિ લાભે સંસાર
.. ૧૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org