________________
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
શેઠને જલ્દીથી બોલાવી કહ્યું, “તમે આ માટીને સાચવી રાખી છે તેથી તમે ઉત્તમ કાર્ય કર્યું છે. ...૧૪૬
શેઠજી આ માટી નથી પણ બહુમૂલ્ય તેજંતૂરી છે. આ તેજંત્રીને વેચવાથી પુષ્કળ ધન મળશે. આવી અમૂલ્ય વસ્તુ જેના ઘરમાં હોય તે વ્યક્તિ સંસારમાં દુઃખી શી રીતે થાય?”
... ૧૪૭ કુમારે પૂછ્યું, “શેઠજી! તમારી પાસે આટલું બધું ધન ક્યારથી છે?' (શેઠની આંખોમાં આંસુ આવ્યા) તેમણે કહ્યું, “હે પરદેશી !તમે તો દયાળુ છો. ભલા! તમે મારી મજાક કરો છો?' ... ૧૪૮
પૂર્વે આ નગરના લોકોએ પણ મારી હાંસી ઉડાવી છે, મને ફસાવ્યો છે. તેમજ રાજાએ પણ મારી સંપત્તિ, નગરશેઠની પદવી અને જહાજમાં રહેલી કિંમતી વસ્તુઓ છીનવી લીધી છે. તમારી આબરુ પર પાણી ફરી વળ્યું છે) કવિ ઋષભદાસ કહે છે કે (શેઠે કહ્યું), “કુમાર! દુર્જન અને બીજાને ઠગનારા બીજું શું કરી શકે ? તમે તો સજ્જન છો! મશ્કરી કરવી એ તમારું કામ નથી.'
... ૧૪૯ દુહા : ૧૦ ઉત્તમદાસી નવિકરઈ, દુખીયાં તણી વિશેષ; ચાલઈતા ચિંતા હરઈ, સુણો નર ધરી વિવેક
...૧૫૦ કુમર કહઈ કુણ કારણિ, ભૂર્ષિ લીધા દામ; વણિક કહઈ નર સાંભલો, મુઝ અવગુણનો કામ
.. ૧૫૧ અર્થ - ઉત્તમ વ્યક્તિઓ કોઈની હાંસી-મજાક કરતા નથી. તેઓ વિશેષ કરીને દુઃખી અને નિર્જનોને બિલકુલ સતાવતા નથી. તેઓ હાલતાં-ચાલતાં અનેક જીવોની ચિંતા-આપત્તિઓ ગુપ્તપણે દૂર કરે છે. તે ભવ્ય જીવો! વિવેકપૂર્વક સાંભળો.
કુમારે શેઠને પૂછયું, “વડીલ! એવું શું બન્યું જેના કારણે રાજાએ તમારી બધી જ સંપત્તિ લઈ લીધી.” શેઠે ઉત્તર આપતાં કહ્યું, “હેકુમાર!તમે મારા દુર્ભાગ્યને સાંભળો.'
... ૧૫૧ ઢાળ ૯ ધનાવાહ શેઠની આપવીતિ
લંકામાં આવ્યા શ્રી રામ એ દેશી. રાગ : માર. જુઉં અવગુણ પુરુષ સુજાણો રે, આવ્યા પરબ્રિપિંથી વાહણો રે; લેઈ ચોરટા આવ્યા અહિં રે, વસ્ત સબલ ભરી તે માહિં રે
. ૧૫ર મિ છાનું કરીયાણું લીધું રે, રાજાનિ તે દાણ ન દીધું રે; જાણી વાત તે ભૂપતી જયારઈ રે, સરવ લીધું ઝોટી ત્યારઈ રે . ૧૫૩ રન હેમ રૃપે પરવાલ રે, તે લઈ ગયા નર ભૂપાલ રે; લીધો સેઠીનો અધિકાર રે, મુક્યો રેણિકાનો શરિ ભાર રે •. ૧૫૪ તે મિં આણી ઘરમાં નાખી રે, ચોમાસાનઈ ઉપરિ રાખી રે; હાટ આગલિ કચરો થાય રે, તેણેિ ગરાધ તે આધાં જાય રે
... ૧૫૫
... ૧૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org