________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આગમ તો મહાસાગર છે. (તેનો ગમે તેટલો વિસ્તાર કરવામાં આવે તો પણ ઓછો છે.) આ સંકલનમાં આગમ મહાસાગરનું એક બિંદુ માત્ર છે. વર્તમાન સમયમાં પ્રવૃત્તિયોગ ખૂબ વધી ગયો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પરિચય પ્રાપ્ત મુમુક્ષુઓને અધ્યાત્મના અનેક ગ્રંથોનું અધ્યયન કરવાની ભાવના હોય જ, પરંતુ વિશેષ નિવૃત્તિયોગના અભાવે પોતાની ભાવના અનુસાર અધ્યયન કરી શકાતું ન હોય તેવા સાધર્મી બંધુઓને આ એક “પરમાગમ ચિંતામણિ” ના અધ્યયનથી અનેક આધ્યાત્મિક ગ્રંથોના અધ્યયનવત્ લાભ મળે તે આ સંકલનના પ્રકાશનનો હેતુ છે. આ “પરમાગમ ચિંતામણિ” ના ઊંડા અધ્યયન દ્વારા ચૈતન્ય ચિંતામણિ પામીએ એ જ ભાવના.
આ “પરમાગમ-ચિંતામણિ” સ્વ. શ્રી જીજીબેન બેચરદાસ મોદી તથા સ્વ. શ્રી સમરતબેન મોહનલાલ મોદીના સ્મરણાર્થે તેમના પરિવાર શ્રી મોહનલાલ બેચરદાસ મોદી તરફથી ભેટ પુસ્તકરૂપે પહેલી આવૃત્તિ બહાર પડેલ તેનો વાંચકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો, આથી ઘણા મુમુક્ષુઓના આગ્રહવશ બીજી આવૃત્તિ બહાર પાડવાનું શ્રી રાજકોટ દિગંબર જૈન સંઘે નિર્ણય કર્યો છે અને તેમાં શ્રી મોહનલાલ બેચરદાસ મોદી પરિવાર તેમ જ શ્રી નાગરદાસભાઈ અને શ્રી ઉમેદભાઈનો પણ અમને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
આ પુસ્તકના ખર્ચ પેટે આત્માર્થી ભાઈશ્રી પ્રેમચંદભાઈ એમ. શાહ (લંડન) તરફથી તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની લક્ષ્મીબહેનના સ્મરણાર્થે રૂા. ૩૦, ૦૦૦ ત્રીસ હજારની દાનરાશિ સંસ્થાને પ્રાપ્ત થયેલ છે તેમજ અન્ય દાતાઓ તરફથી પણ નાની મોટી રકમ મળેલ છે જેના કારણે આ પુસ્તકની કિંમત આશરે રૂા. ૩પ થવા જાય છે તે ઘટાડીને માત્ર રૂા. ૧૦ કિંમત રાખવામાં આવેલ છે. દાતાઓ તથા તેમણે આપેલ ધનરાશીનું લીસ્ટ આ પુસ્તકમાં અમે આપેલ છે.
સંસ્થા શ્રી પ્રેમચંદભાઈ શાહ તથા અન્ય દાતાઓનો આભાર માને છે. તેમજ આ પુસ્તક સમયસર છાપી આપવા બદલ મુદ્રક શ્રી રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલયનો તથા સુંદર ટાઇટલ પેજનું પ્રિન્ટીંગ કરી આપવા બદલ બાહુબલિ પ્રિન્ટર્સવાળા શ્રી રસિકલાલભાઈ ડગલીનો તથા જેજે વ્યક્તિઓએ આ પુસ્તક કાર્યમાં મદદ કરી છે તે સર્વનો આભાર માને છે. શ્રી કહાનગુરુ સત સાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ
શ્રી દિગંબર જૈન સંઘ, રાજકોટ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com