________________
એટલું જ નહીં પણ આપણી સઘળી શકિતઓને હિતકારી માર્ગે વાળવાથી જે આનંદ પ્રગટ થાય છે,
તેનાથી આપણને બેનસીબ રાખે છે. ૩૩ અહંકારી માણસના તરફ કઈ પણ માણસ દિલશેજી
બતાવવાની દરકાર કરતું નથી. ૩૪ ઉદ્યમ, કર્તવ્ય પરાયણતા, અને સારાં આચરણ, એ
ત્રણ ચરસ્થાયી સુખનાં આવશ્યક અંગ છે ૩૫ દુરાચારથી મળતે આનંદ ક્ષણ ભંગુર યાને
અશાશ્વત છે. અને ઘણી વખત તે પિતાની પાછળ કલેશ, નબળાઈ અને પશ્ચાતાપને વારસે મુકો
જાય છે. ૩૬ સુખના સર્વ અંગમાં સદ્વર્તન જે સરસાઈ મેળવે
છે, તેનું કારણ એટલું જ છે કે, તે ક્ષણિક સુખથી નહિં લોભાતાં, દીર્ઘ દ્રષ્ટી વાપરી સાચા અને લાંબી મુદત ટકે એવા શુધ્ધ સુખના માર્ગનું દર્શન
કરાવે છે. ૩૭ પરોપકારી લાગણીઓને આપણામાં વિકાશ થવાથી
સ્વાર્થનિષ્ટ અને હું પદ ભરેલી ચિંતાઓ દૂર હઠી જાય છે. અને આપણું જીવનની દષ્ટી મર્યાદા વધારે
બહોળી વિસ્તૃત થાય છે. ૩૮ જેમ આપણે સ્વાર્થ એ છે શોધીએ છીએ, તેમ
આપણી રહેણી વધારે નિયમસર થાય છે. નિઃસ્વાથી જીવન દુર્ગુણનો નાશ કરે છે, લાલસાએ દુર કરે