________________
વર્તવામાં ન આવે તે, એજ ગુણ દોષ રૂપ થઈ પડે છે. ભાવી સંકટની આગળથી કલ્પના કરીને ઘણું માણસો પિતાના મનને સંતાપ કરે છે. એટલું જ નહિં, પણ જે સંકટ કદી આવવાનાં નથી, તેમના ભયની કલ્પના વડે તેઓ મનને વ્યગ્ર, કરી દે છે. અગમચેતીના ગુણેને દુરૂપયોગ કરી ડગલે ડગલે અનિષ્ટ કલ્પના કર્યા કરવી, એ મનુષ્યની સ્થિતિ
ખરેખર દયાપાત્ર છે. ૨૭ અતિશય મદ્યપાન અને વિષય લંપટપણાથી તંદુ
રસ્તીને નાશ થાય છે, અને આયુષ્ય ટૂંકું થાય છે. ૨૮ આળસ, જુગાર અને કુછંદ એ સુખ સંપત્તિને
નાશ કરે છે, * ૨૯ દુષ્ટ સ્વભાવ, સ્વાર્થ પરાયણતા અને ઈર્ષા, એ
મિત્રતાને ભંગ કરે છે, તથા વિરેાધ અને અભાવ
ઉત્પન્ન કરે છે. ૩૦ છળ કપટ, દગલબાજી, જોર જુલમ અને બળાત્કારના
માગ ગ્રહણ કરવાથી, તેમજ અન્યના હકની અવગણના કરવાથી, કાયદા કે લોકમત મારફતે શિક્ષા
મળ્યા સિવાય રહેતી નથી. ૩૧ સદાચરણને માર્ગ સુખની પ્રાપ્તિ કરાવી આપે છે,
અને દુરાચાર પરિણામે દુઃખને ભેટો કરાવે છે. ૩૧ નિરૂઘમી અને આળસમાં ફેગટ ગુમાવેલું જીવન,
જાતે નિરસ અને કંટાળા ભરેલું થઈ પડે છે.