________________
મુનિજીવનની બાળથી
ઘણે સ્વાધ્યાય કર્યો છે કે ઘણી ગુરુસેવા કરી છે, હવે આરામ કરીને આનંદ મેળવું! એવી કલ્પના પણ આપણુ માટે ખતરનાક છે.
આથી જ લેહચણ ચાવવા કરતાં કઠિન, અસિધારા ઉપર ચાલવા કરતાં કઠિન મુનિ-ત્રત કહ્યું છે.
પણ તેથી શું? હવે કાંઈ હિંમત હારી જવાય? માંડ માંડ હાથમાં આવી ગએલું સંયમ–જીવન શિથિલતાની અગનજવાળાઓમાં ભડથું કરી દેવાય?
ના...જરા ય નહિ...
ગમે તેવા વિકટ સંગે વચ્ચે રહીને પણ આપણે ચિત્તને સમતલ બનાવીએ. મેહરાજની આ જ કરામત છે કે તે જે વિચારે તર્કો અને કુતર્કો ઉત્પન કરાવીને આપણું વિકાસને થંભાવી દે છે યાવત્ નિષ્ફળ કરી દે છે. ભૂતકાળમાં આવું ઘણીવાર બન્યું, આપણે ય તેની જાળમાં ફસાઈ ગયા, પણ ના...હવે તો એ ભૂલ ન જ કરીએ. વિકાસ એટલે વણથંભ્ય વિકાસ.
હવે તે યથાખ્યાત ચારિત્ર, કેવલ્ય અને સિદ્ધત્વ પામીને જ જપીએ.
જે જરાક ચૂકીશું તે ઠેઠ નિગદ સુધી – કદાચ અનંતકાળ માટે – ફેંકાઈ જઈશું. અવિરતિના એ ગોઝારા દિનેમાં સબડી સબડીને સાફ થઈ જઈશું. ચૌદ પૂર્વ ઘર મહાત્માએ પણ પળની કઈ ભૂલમાં નિગોદ સુધી પટકાઈ પડયા છે એ શાસ્ત્ર–વચનને સતત નજર સમક્ષ રાખીએ.