________________
મુનિજીવનની બાળથી પણ હવે શું? હાથમાં આવેલા વિકાસ પછી પણ ઘણી વખત પીછેહઠ થઈ છે અને ફરીથી એકડે ઘૂંટવાના દિવસે આવી લાગ્યા છે.
શું હવે આવું કાંઈ બને તે પરવડે તેવું છે? ફરી નિગોદમાં? વિકલેન્દ્રિયમાં ? અનાર્યકુળમાં? મિથ્યાત્વભાવમાં ? અવિરતિના જીવનમાં ? ના....આ પદાર્થોની કલ્પના કરતાં પણ ધ્રુજારી વછૂટી જાય છે.
શું કરીએ? આ ભારતની ભૂમિમાંથી આ કાળમાં મોક્ષ પ્રાપ્ત થઈ શકતું નથી એટલે લાચાર છીએ. નહિ તે જિનશાસન સમજાયા પછી એ મોક્ષપ્રાપ્તિથી જરા ય ઓછું આપણને ખપતું જ નથી. હવે ક્યાંય – મહાવિદેહમાં ય – જન્મ લેવાની કઈ તૈયારી નથી.
ખેર....ભલે કદાચ મેક્ષ ન થાય; પણ એ ય ચક્કસ છે કે હવે દુર્ગતિ પણ ન જ થવી જોઈએ.
ભાવિનો ઇતિહાસ વર્ષોની સાધનાથી લખાવાને બદલે ક્યારેક પાપની કેઈ કાળી–ઝારી એકાદ પળમાં ય લખાઈ જતું હોય છે! સાધનાના જગતમાં યુગે. કરતાં ક્યારેક પળે વધુ મોટાં પરિવર્તન લાવી શકતી હોય છે. આથી તે ત્રિલેકગુરુ પરમાત્માએ એક પળને ય પ્રમાદ ન કરવાની આપણને શીખ આપી છે ને ?
પ્રત્યેક પળનું જાગરણ ! “ઘણી તપશ્ચર્યા કરી છે; હવે થોડોક સમય મેજથી ખાઈ-પી લઉં !' એ વિચાર આપણા માટે ગેઝાર છે.