________________
૧૫
ઉધાડે પગે વિહાર કર, એ કેટલી કઠીન વસ્તુ છે, તે કલ્પનાતીત છે. એમને જંગલી કુતરાઓને ઉપદ્રવ નડ્યો હતો, કેટલાક ઠેકાણે તે સર્વે અને વીંછીઓ જેવા પ્રાણીઓનો ભયંકર ત્રાસ હતું અને મારવાડ અને સિંધમાં પીવાના પાણીને ચાલુ અભાવ એ તો જગજાહેર વાત છે. હાલામાં શ્રી હિમાંશુવિજયજી જેવા રત્નને હંમેશ માટે વિગ થયે. ઘણુ સાથીઓ બિમાર પણ પડ્યા હતા. ભૂખ, તરસ, તાપથી ઘણા ખૂબ હેરાન થયા.
મલીરની ધર્મશાળાના વ્યાખ્યાનમાં મહારાજશ્રી પિતાને સિંધમાં આવવાનું એક કારણ જણાવે છે :
“અમે કેવળ જેનેને ઉપદેશ આપવા આવ્યા નથી. બની શકે તેટલા અંશે ભગવાન મહાવીરની અહિંસાને સંદેશ સિંધનાં ગામડે ગામડે પહોંચાડવા આવ્યા છીએ.”
૧ સિંધની સિંધુ નદી ૫૪૧ માઇલ ઉત્તર દક્ષિણ સિંધમાં વહે છે. સેંકડો વર્ષ ઉપર આ નદી હમણુની પેઠે અરબી સમુદ્રમાં રહેતી પડતી. પરન્ત કચછના રણવાટે થઈને ખંભાત સુધી પહોંચીને ખંભાતના અખાતમાં પડતી હતી. કચ્છ અને કાઠિયાવાડના એ વિભાગને આ નદીએ ભારે ફળદ્રુપ બનાવ્યો હતો. સીકંદર બાદશાહના ઇતિહાસકારે લખી ગયા છે કે-એ નદીના વહેણની સમીપમાં મેટાં શહેરે ખેતીવાડી, લીલાં ગામડાં, બાગબગીચા અને વીચ વસ્તી હતી. એ રાજમાર્ગ કચ્છ કાઠિયાવાડ અને સિંધને સાંકળની કડીઓની પેઠે ગુંથી રહ્યો હતો. વેપારી સંબંધ એ ત્રણે ય પ્રાંતે વચ્ચે જુને છે.
૨ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત અનાવૃષ્ટિના કારણે થોડા થોડા વરસેના આંતરે દુષ્કાળથી પીડાય છે. આવા વિકટ સમયમાં એ પ્રાંતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org