________________
મીરપુરખાસમાં મહારાજશ્રી અને સાથીઓએ મેલેરિયા સાથે મૈત્રી બાંધી. દુકાળનું વરસ અને અધિક માસ જેવું થયું.
વિકટ રસ્તામાં જે ગામો આવતાં તેમાં પણ મહારાજશ્રી જ્ઞાનચર્ચા અથવા ઉપદેશ ચાલુ આપતા હતા. ઘણે સ્થળે જાહેર વ્યાખ્યાને પણ દેતા હતા. મારવાડના જૈન બંધુઓને એમણે કુસંપ ટાળવા ખૂબ સબોધ આપ્યો જણાય છે. પિતાના સંસ્કાર સુધારવાને પણ ઘણા એને ઉપદેશ આપ્યો હતો.
કરાચી મહારાજશ્રી આવ્યા. હવે એમની કલમ ખૂબ જોશથી છટાદાર શૈલીમાં ચાલે છે. કરાચીના રસ્તા, મકાને, ઉત્પત્તિ, જુને ઈતિહાસ , ગુજરાતીઓનો વસવાટ, પ્રવૃત્તિઓ, સંસ્થાઓ, જાહેર પુરુ, ગુણ વ્યક્તિઓ, કેળવણું સંસ્થાઓ, સિંધી બંધુઓ, તેમની વિશિષ્ટ
વ્યક્તિએ, સિંધીભાઈઓના પહેરવેશ, રીતિરિવાજો, રહેણી કરણી, શ્રદ્ધા-ભક્તિ, સિંધના ગામડાઓ એ વિષે ખૂબ રસિક વર્ણનેની છાબેને છાબે મહારાજશ્રી પીરસે છે. મહારાજશ્રીએ ખૂબ શોધખોળ કરીને પુષ્કળ સાહિત્ય સીંચ્યું છે.
પાના ૧૩૬, પ્રકરણ ૧૬ મું. “ગુજરાતીઓનું સ્થાન એમાં મહારાજશ્રી લખે છે કેઃ “ગુજરાતીઓએ સિંધમાં સવાસો વર્ષો ઉપર પ્રવેશ કર્યો છે. પરંતુ ઐતિહાસિક પુરા જોતાં સિંધમાં ગુજરાતીઓને પ્રવેશ ઘણું જુના વખતને હું જોઈએ. આ રહ્યાં મારાં કારણે –
રસ્તામાં કયાંય રેતીના ઘેરાઓમાં, કયાંય પગ લપસી જાય એવા ઉઘાડા પુલ ઉપર, ક્યાંય કાંટાથી ભરેલા માર્ગોમાં, કયાંય ધૂળથી ઢંકાએલા ખાડાવાળા રસ્તાઓમાં, કયાંય કીચડવાળા રસ્તાઓમાં, મરછર અને ડાંસથી ભરેલાં સ્થાનોમાં, અને કયાંય પાણીથી ભરેલા રસ્તામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org