________________
( ૧૩ ) પછી મારી આંખની મુશ્કેલીને લીધે દેઢ વર્ષ સુધી કઈ પણ ભાગ છપાવવાની વૃત્તિ નહોતી, પણ સંવત ૧૯ ના આસો વદ ૮ મે સદ્દગતની છઠ્ઠી જયંતિ ઉજવતી વખતે એવા ભાષણ થયા કે મહેનત કરવાથી સફળતા મળી શકશે અને તેને જ પરિણામે આ ભાગ પ્રસિદ્ધ થઈ શક્યા છે.
છેલ્લા સાત વર્ષથી દર વર્ષે સદ્દગતની જયંતિ મુંબઈમાં ઉજવાય છે.
આ ભાગ બહાર પડવાનો ખરો યશ ભાવનગરવાળા ગાંધી ચતુર્ભુજ મોતીલાલનાં ધર્મપત્ની બેન અજવાળીના વષીતપના પારણું પ્રસંગે તેમણે રૂ. ૫૦૧) ભરીને પ્રાપ્ત કર્યો હતો, અને તે જ વખતે ભાવનગરવાળા ગાંધી પ્રાણજીવનદાસ હરગોવિંદદાસના ઘેરથી બેન સુધાએ પણ વષીતપ નિમિત્તે રૂ. ૧૫૦) આપી આ કામમાં સહાય કરી. તે પછી જુદા જુદા ગૃહસ્થોને મળીને રકમ ભરાવી, જેને પરિણામે આ ભાગ બહાર પડી શકે છે. પૂજ્ય પંન્યાસજીને આ સર્વ કામમાં સક્રિય ફાળે છે.
મારાથી બની શકતી દરેક રીતે કામ જેમ બને તેમ જલદી કરવાને હું ઉઘુક્ત રહ્યો છું, છતાં પાછળના છ મહિના છાપખાનાને લીધે લંબાયા છે, તે માટે હું ક્ષમા માગું છું.
આઠમો ભાગ બહાર પડે તેટલું લખાણ છે, પણ લડાઈના અંગે જે વિષમ પરિસ્થિતિ થઈ છે તે દૂર ન થાય ત્યાં સુધી આઠમો ભાગ બહાર પડવાની સંભાવના ઓછી છે. '
શાસનદેવ અમારા આ કામમાં સહાય કરે એ જ પ્રાર્થના છે.
ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચક બંધુને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરવાનો આ ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે.
વિ. સં. ૨૦૦૦ ] નરેનત્તમદાસ ભગવાનદાસ શાહ વિજયાદશમી મુંબઇ
માનદ મંત્રી.