________________
( ૧૨ ) ભાગ મેળવવા ઈચ્છા હોય તેઓને પોસ્ટેજના ત્રણ આના મેકલવાથી વિના મૂલ્ય મળી શકશે.
પૂજ્ય મુનિરાજ શ્રી કરવિજયજીના પ્રશંસકો, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કઈ જાણવા ઈચ્છા હોય તેમણે–
શાહ નરોત્તમદાસ ભગવાનદાસ–ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ–
એ શિરનામે પત્ર લખવો જેથી બધી માહિતી મળી શકશે. કિંમત માટે અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે પડતર કિંમત કરતાં અર્ધા ભાવે જ વેચવાના સમિતિના નિર્ણય પ્રમાણે આ ભાગની કિંમત રાખવામાં આવી છે. લડાઈના સંજોગેને લીધે કાગળના, બાઈડીંગના અને બીજી દરેક ચીજના ભાવ વધી જવાથી આટલી કિંમત રાખવાને સંકોચ થવા છતાં નિરુપાયે રાખવી પડી છે.
પાંચમે ભાગ છપાયો ત્યારે બહુ જ થોડી રકમ સીલીકમાં હતી અને છઠ્ઠો ભાગ બહાર પાડવાની જોગવાઈ નહોતી પરંતુ પહેલાના ભાગે વેચવા માટે ઘણું મહેનત કરી અને તેને પરિણામે જે પિસા ઉત્પન્ન થયા તેથી જ છઠ્ઠો ભાગ બહાર પાડી શકાય છે. ત્યારબાદ વિશેષ સહાય મળવાથી તેમજ વેચાણની રકમ સીલીકમાં હોવાથી આ સાતમો ભાગ પ્રકાશિત થયા છે. મેંઘવારી, કાગળની મુશ્કેલી તેમજ છાપકામના વિશેષ ભાવને અંગે દરેક ભાગ કરતાં આ ભાગમાં ત્રણ ગણો ખર્ચ થયે છે.
મહાદય પ્રેસ તરફથી જે સગવડ આપવામાં આવી તે માટે તેના માલીક ભાઈ ગુલાબચંદ લલ્લુભાઈને, દરેક લેખસંગ્રહના પૂક વાંચવા માટે અને સૂચના કરવા માટે મુરબ્બી શ્રી કુંવરજી આણંદજીને, સમિતિના સર્વ સભાસદે અને સહાયકોને તેમજ પૂ. પં. શ્રી પ્રીતિવિજયજી ગણિવર્યને આભાર માનું છું.
સંવત ૧૯૮ ના જેઠ વદ એકમે છઠ્ઠો ભાગ બહાર પડ્યા