________________
બંધનકરણ
(૬) અનંતરોપનિધા- ઉપનિધા એટલે વિચારણા. તે તે યોગસ્થાનની અપેક્ષાએ પછી પછીના યોગસ્થાનની વિચારણા એ અનંતરોપનિધા. પૂર્વ પૂર્વના યોગસ્થાન કરતાં પછીના તરતના યોગસ્થાનમાં અંગુલના અસમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા વધુ સ્પદ્ધક હોય છે.
(૭) પરંપરોપનિધા- વિવક્ષિત યોગસ્થાનકની અપેક્ષાએ દૂર રહેલા યોગસ્થાનકની વિચારણા.
પ્રથમ યોગસ્થાનકથી શ્રેણિના અસંમા ભાગ જેટલા યોગસ્થાનકો ગયા પછી જે યોગસ્થાનક આવે છે એમાં પ્રથમના યોગસ્થાન કરતાં દ્વિગુણ (બમણાં) સ્પદ્ધકો હોય છે. વળી શ્રેણિના અસંમા ભાગ જેટલા યોગસ્થાનક છોડીને પછીના યોગસ્થાનકમાં એના કરતાં બમણાં સ્પદ્ધકો હોય છે. આમ ઠેઠ ઉત્કૃષ્ટ યોગ સ્થાન સુધી જાણવું. આવા દ્વિગુણવૃદ્ધિવાળા યોગસ્થાનોની સંખ્યા સૂર અદ્ધાપલ્યોના અસંમા ભાગ પ્રમાણ છે. જો ચરમયોગસ્થાનથી નીચે ઉતરવામાં આવે તો શ્રેણિના અસંમા ભાગ જેટલા અંતરે અંતરે દ્વિગુણહાનિના પણ એટલા જ યોગસ્થાનો આવે છે.
(૮) વૃદ્ધિહાનિ- વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમની હાનિવૃદ્ધિને આશ્રયીને યોગસ્થાનની પણ હાનિવૃદ્ધિ થાય છે. તે આ જ રીતે થઈ શકે છે.
જઘન્ય
વૃદ્ધિ કે હાનિ અસંખ્યગુણ સંખ્યાતગુણ સંખ્યાત ભાગ અસંખ્યાતભાગ
૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય
ઉત્કૃષ્ટ
અંતર્મુહૂર્ત આવલિકાનો અસંમો ભાગ આવલિકાનો અસંમો ભાગ આવલિકાનો અસંમો ભાગ |
બીજા યોગસ્થાનમાં આના કરતાં વિશેષાધિક એટલે કે ધારો કે ૫ સ્પદ્ધક છે. તો વર્ગણાઓ ૨૦ થવાની.. વળી આત્મપ્રદેશો તો ૧૪૮૦ જ છે. એટલે એક એક સ્પદ્ધકમાં અને વર્ગણાઓમાં આત્મપ્રદેશો ઓછા ઓછા હશે એ સમજી શકાય એમ છે. ત્રીજા યોગ સ્થાનમાં ધારો કે ૬ સ્પર્ધ્વક, ૪થામાં ૭ અને ૫માં માં ૮ રૂદ્ધક છે. તો ૫મું યોગસ્થાન એ દ્વિગુણવૃદ્ધિવાળું થયું અને પહેલા અને પાંચમાં યોગસ્થાન વચ્ચે ૩ યોગસ્થાનનું અંતર પડ્યું... ૧. વિવક્ષિત સમયના યોગસ્થાનમાં જેટલા સ્પદ્ધકો હોય છે એના કરતાં અસગુણસ્પર્ધ્વકવાળું યોગસ્થાન જો બીજા સમયે હોય તો અંસખ્યગુણ વૃદ્ધિ જાણવી. આ જ પ્રમાણે અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org