________________
૧૬૧
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ * ક્ષાવિકભાવો સાદિ-અનંત હોય છે. * ઓપશમિકભાવો સાદિ-સાન્ત હોય છે. * ઔદયિકભાવો ત્રણ પ્રકારે હોય છે. અધુવોદયી પ્રકૃતિથી થતાં ઔદયિકભાવો સાદિસાન્ત હોય છે. ધ્રુવોદયી પ્રકૃતિથી થતાં ઔદયિકભાવો અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે, ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાન્ત છે. સાદિ-અનંત ઔદયિક ભાવ હોતો નથી. * ક્ષાયોપથમિકભાવો પણ ત્રણ પ્રકારે હોય છે. અચક્ષુદર્શન વગેરે અભવ્યની અપેક્ષાએ
અનાદિ-અનંત, ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાત્ત હોય છે. સમ્યકત્વ વગેરે સાદિસાન્ત હોય છે. સાદિ-અનંત ક્ષાયાપભાવ હોતો નથી.
ઉદય - કર્મનો ઉદય બે પ્રકારે છે. રસોદય અને પ્રદેશોદય.
રસોદય - સ્વવિષયભૂત આત્મિકગુણને સર્વથા કે અંશતઃ આવરી લે એ રીતે સક્રિયપણે થયેલ ઉદય રસોદય (વિપાકોદય) કહેવાય છે. કર્મ પોતાના રસસહિત ઉદયમાં આવે તો જ આત્મા પર પોતાની અસર દેખાડી શકે છે. એટલે આમાં રસનો ઉદય હોય છે. પ્રદેશના (દલિકોના) ઉદય વિના માત્ર રસોદય થઈ શકતો નથી. એટલે પ્રદેશોનો ઉદય પણ આમાં ભેગો હોય જ છે. તેમ છતાં ગુણોને આવરવા રૂપ સ્વકાર્યમાં રસ જ મુખ્ય ભાગ ભજવતો હોવાથી તેમજ “પ્રદેશોદય’ શબ્દ રસ વિનાના ઉદયને જણાવવામાં રૂઢ થયેલો હોવાથી રસોદયકાળે “પ્રદેશોદય' કહેવાતો નથી. પ્રદેશોદય -
આત્મગુણોને આવરવાનું સ્વકાર્ય કરી ન શકે - સ્વવિપાક દેખાડી ન શકે એ રીતે ઉદયમાં આવીને કર્મપ્રદેશોનું ખરી પડવું એ પ્રદેશોદય કહેવાય છે. ઉદયસમયે જ સ્ટિબુક સંક્રમકારા આ દલિક અન્ય ઉદયવતી પ્રકૃતિમાં ભળી જતું હોવાથી સ્વવિપાક દેખાડી શકતું નથી એટલે એ “સ્તિબુકસંક્રમથી ભોગવાયું’ એમ કહેવાય છે.
સામાન્યથી સંસારી જીવોને ઉદયસમયમાં = વર્તમાન સમયમાં આઠેય મૂળકર્મો હંમેશ માટે રસથી ઉદયમાં હોય છે. જે ઉત્તરપ્રકૃતિઓ રસથી ઉદયમાં ન હોય તે પ્રદેશથી ઉદયમાં અવશ્ય હોય છે. આયુષ્યકર્મ ક્યારેય પ્રદેશથી ઉદયમાં હોતું નથી, હંમેશા રસોદયવાળું જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org