________________
૧૭૪
પરિશિષ્ટ : ૧
આમ ત્રણ પ્રકારનો ક્ષય અને ચોથો વિપાકોપશમ એમ ચાર દ્વારા ક્ષયોપશમ થાય છે. વળી ઉદયપ્રાપ્ત પ્રકૃતિનો ૧૦૦૦ સુધીનો જે મંદરસ વિપાકથી ઉદયમાં આવી પ્રકટ થયેલ આત્મગુણની અધુરાશ-કંઈક મલિનતા વગેરે રાખે છે તે ઉદય કહેવાય છે. અને તેથી એ પ્રકૃતિના ક્ષયોપશમને ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહે છે. ઉદયપ્રાપ્ત આ મંદરસની હાનિ-વૃદ્ધિથી ક્ષયોપશમની તીવ્રતા-મંદતા થવા દ્વારા ગુણની નિર્મળતામલિનતા થાય છે.
ક્ષાયિક અને ઔપથમિક ભાવ કાળે આવો કોઈ મંદ રસ પણ ઉદયમાં હોતો નથી, તેથી ક્ષાયિક-ઔપથમિક ગુણોમાં કોઈ વધઘટ હોતી નથી.
આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમવાળી પ્રકૃતિઓનો ૧000 સુધીનો રસ જેમ વિપાકથી ઉદયમાં હોય છે, એમ આદ્ય ૧૨ કષાયોમાં હોતું નથી. આ ૧૨નો તો જ્યારે લયોપશમ હોય ત્યારે માત્ર પ્રદેશોદય જ હોય છે, રસોદય હોતો નથી. તેથી એનો શુદ્ધક્ષયોપશમ કહેવાય છે. વળી રસોદય હોય તો એની મંદતા-તીવ્રતા પર ગુણની વધઘટ થાય, પણ એ તો છે નહીં. તેથી ગુણમાં વધઘટ હોતી નથી કે એનો વ્યવહાર થતો નથી. ક્ષાયિક-પથમિક ભાવમાં તો પ્રદેશોદય પણ હોતું નથી જે અહીં હોય છે એ તફાવત જાણવો.
આમ શુદ્ધક્ષયોપશમવાળા ગુણમાં તીવ્રતા-મંદતા નથી. તેમ છતાં જીવના પરિણામની વિશુદ્ધિ વગેરે દ્વારા, સર્વઘાતી રસ ઉદયમાં ન આવી જાય એ માટેની દૃઢતા થાય છે. એને ક્ષયોપશમની વૃદ્ધિ કહી શકાય. જેના પરિણામ એટલા વિશુદ્ધ નથી એને આવી દઢતા હોતી નથી. આને ક્ષયોપશમની મંદતા કહી શકાય. એટલે જ સમાનનિમિત્ત મળતાં એકને (મંદક્ષયોપશમવાળાને) સર્વઘાતીનો રસોદય થવાદ્વારા ગુણનાશ થઈ જાય છે જ્યારે અન્યને (તીવ્રક્ષયોપશમવાળાને) સર્વઘાતીની રસોદય અટકેલો રહી શકવાથી ગુણ જળવાઈ રહે છે. ક્ષાયિક-પથમિક ભાવમાં આવી પણ હાનિ-વૃદ્ધિ હોતી નથી, એ જાણવું.
પ્રશ્ન- પ્રતિપક્ષી પ્રકૃતિના મંદરસોદયકાળે, ક્ષયોપશમવાળી વિરક્ષિત પરાવર્તમાન પ્રકૃતિનો સર્વથા પ્રદેશોદય જ હોય છે, મંદરસનો પણ રસોદય હોતો નથી. માટે તો એ કાળે એનો પણ શુદ્ધક્ષયોપશમ કહ્યો છે, તો આદ્ય ૧૨ કષાયની જેમ એમાં પણ એ કાળે હાનિ-વૃદ્ધિ ન હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org