________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
આ જ રીતે અન્યત્ર તીવ્ર ઉપયોગમાં હોઈએ અને જીવહિંસા, અસત્યવચન, વગેરે થઈ જાય તો પણ ખ્યાલ આવે નહીં, એવું બને છે. પણ લબ્ધિ તીવ્ર હોય, બીજે ઉપયોગ મંદ હોય અને અહિંસા વગેરેમાં પણ વચ્ચે વચ્ચે ઉપયોગ લઈ જવાયો હોય, તો આત્મા તુરંત સાવધ બને છે અને ભૂલને પરખીને શક્યતા મુજબ દૂર કરવા પ્રયાસ કરે છે, તેમજ થયેલ ભૂલનો હૃદયથી સ્વીકાર કરે છે.
કર્મક્ષયથી પ્રાદુર્ભૂત કેવલજ્ઞાનાદિમાં આત્મા નિત્ય ઉપયુક્ત રહે છે. પણ એ રીતે ક્ષયોપશમથી પ્રાદુર્ભૂત મતિજ્ઞાનાદિમાં નિત્ય ઉપયુક્ત રહેતો નથી. જ્યારે એમાં ઉપયોગ ન હોય ત્યારે પણ ક્ષયોપશમ કંઈ ચાલ્યો ગયો હોતો નથી. તેથી લબ્ધિગુણ અને ઉપયોગ ગુણના બે જુદા જુદા આવરણ અને એ બન્નેના જુદા જુદા ક્ષયોપશમની કલ્પના કરવી પડે છે. આમાં પણ લબ્ધિઆવરણ તીવ્ર હોય છે. એટલે એનો ક્ષયોપ૦ જ્યાં સુધી ન થયો હોય ત્યાં સુધી ઉપયોગને ગમે એટલો તીવ્ર બનાવવા અને બોધ કરવા મથીએ તો પણ બોધ થતો નથી. ઉપયોગ આવરણ મંદ હોય છે. એટલે લબ્ધિ ક્ષયોપ૦ થયા બાદ જ્યારે જ્યારે ઉપયોગ મૂકવામાં આવે ત્યારે ત્યારે બોધ થઈ જાય છે. આ જ રીતે સંયમના ઉપયોગ અંગે જાણવું.
ક્ષાયિકભાવમાં તો કોઈ આવરણ જ રહ્યું ન હોવાથી લબ્ધિ અને ઉપયોગ એમ બે ભેદ હોતા નથી, નિત્ય ઉપયોગ જ હોય છે.
૧૮૧
ક્ષાયિકસમ્યક્ત્વી છદ્મસ્થને છદ્મસ્થતાના યોગે ઉપયોગાન્તર થાય છે. તેથી નિરંતર ઉપયોગનો સંભવ નથી. તેમ છતાં ક્ષાયિકભાવના યોગે બાધકઉપયોગ કે અતિચારાપાદક ઉપયોગ હોતો નથી. માટે ઉપયોગ આવરણ જુદું માનવાનું રહેતું નથી. પરમપવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જો કાંઈ નિરૂપણ થયું હોય તો તેનું મિચ્છામી દુક્કડં.
૧૩ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org