________________
૧૮૦
પરિશિષ્ટ : ૧
કહેલી કલ્પના મુજબ ૧ થી ૧0000 સુધી દેશઘાતી રસ છે. એમાં ૧ માત્રાનો રસોદય હોય એના કરતાં ૨ માત્રાનો રસોદય આત્માની જુદી જ અવસ્થા પેદા કરે એ સ્પષ્ટ છે (કારણ કે કારણભેદે કાર્યભેદ થાય છે). તેથી ૧ માત્રાના રસોદયથી થયેલ ક્ષયોપશમ અને ક્ષયોપથમિક ગુણ કરતાં ર માત્રાના રસોદયથી થયેલ ક્ષયોપશમ અને ક્ષાયોપથમિક ગુણ ભિન્ન જ હોવાના. આમ એ અસત્ કલ્પના મુજબ રસોદયના ૧૦૦૦૦ ભેદ હોવાથી (કેમકે ૧૦૦૦૧ વગેરેનો રસોદય ક્ષયપને નષ્ટ કરી નાખે છે માટે એ અહીં ગણવાનો નથી) ક્ષયોપશમના પણ ૧૦૦૦૦ ભેદ ગણાય. વસ્તુતઃ રસોદયના સ્થાનભેદથી અસંખ્યભેદ હોવાથી અસંભેદ જાણવા. સ્પર્દકભેદ વર્ગણાભેદ રૂપ માત્રા ભેદથી અનંતભેદ પણ થાય છે.
શુદ્ધ ક્ષયોપશમવાળી પ્રકૃતિઓમાં રસોદય હોતો જ નથી, માટે એના અવાંતરભેદો કે તરતમતા હોતા નથી.
આમ જુદી જુદી અપેક્ષાએ ક્ષયોપ૦ના જુદી જુદી રીતે ભેદો થઈ શકે છે, મૂળ તો શુદ્ધક્ષયપ૦ અને ઉદયાનુવિદ્ધયોપ૦ એમ બે ભેદો છે.
અથવા બીજી રીતે પણ ક્ષયોપ૦ના બે ભેદો છે- લબ્ધિક્ષયોપ૦ અને ઉપયોગક્ષયોપ૦ તે તે કર્મના ક્ષયોપથી આત્મામાં લબ્ધિગુણ પ્રકટ થયો. પણ જ્યારે ઉપયોગક્ષયપ૦ એમાં ભળે ત્યારે જ જીવ એમાં ઉપયોગવાળો બની શકે છે. નવકાર જાણવા છતાં બીજે ઉપયુક્ત હોય તો એ વખતે નવકારના જ્ઞાનનો લબ્ધિક્ષયોપ૦ છે, પણ ઉપયોગક્ષયોપ૦ નથી. આ રીતે જ્ઞાના અને દર્શના કર્મોનો ક્ષયોપ૦ના બબ્બે ભેદ પાડવા. મોહનીય અને અંતરાયના ક્ષયોપમાં પણ એ સંભવિત છે. લબ્ધિનું કાર્ય -
જ્યારે વિપરીત પરિસ્થિતિ નિર્માણ થાય, ત્યારે જો અન્યત્ર તીવ્ર ઉપયોગ ન હોય તો આ લબ્ધિરૂપ ક્ષયોપશમ ઉપયોગને જન્માવી વિપરીત પરિસ્થિતિનું વારણ કરવા પ્રેરે છે. જેમકે કોઈ અશુદ્ધ સૂત્ર બોલે તો તરત ખ્યાલ આવી જાય અને અટકાવી શકાય. ઉપયોગ ન આવે તો સમજવું કે લબ્ધિ નથી અથવા મંદ છે અથવા અન્યત્ર તીવ્ર ઉપયોગ છે. અન્યત્ર તીવ્ર ઉપયોગ હોય તો લબ્ધિ ઉપયોગને જન્માવે જ એવું નહીં. જેમકે બીજા વિચારમાં લીન બની ગયેલાને કોઈ અશુદ્ધસૂત્ર બોલે તો પણ ખબર પડતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org