________________
જ ઉદયમાં હોય છે એમ જે કહ્યું છે તે ઉત્કૃની અપેક્ષાએ છે. એના કરતાં અધિક રસવાળા અને તેમ છતાં દેશધાતી એવા રસસ્પર્ધકોના ઉદયથી ૧લે અને ૪થે પણ આ ૯નો ક્ષયોપ૦ હોવાનો એનાથી નિષેધ ન થઈ શકે.
આમ આ એક વિવક્ષાથી ક્ષયોપ૦ના ૫ ભેદો દર્શાવ્યા. એમાંથી પહેલો ભેદ અક્ષયોપ૦નો છે. બીજો નિત્ય (કાયમી) ક્ષયોપનો છે અને શેષ ૩ કાદાચિત્ક-અનિત્ય ક્ષયોપના છે તે જાણવું.
૧૭૯
આત્મગુણોની અપેક્ષાએ ભેદ ગણીએ તો ક્ષયોપશમના ૧૫ ભેદો છે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ, સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ.
પૂર્વે કહી ગયા મુજબ મિશ્રગુણઠાણાને પણ ક્ષોપશમમાં ગણીએ તો ૧૬ ભેદ
થાય છે.
તેમજ મિથ્યાત્વીઅવસ્થામાં મતિજ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી થતા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનને જુદા ગણીએ તો ૧૯ ભેદ જાણવા.
વળી આ ગુણોના વ્યવહારદૃષ્ટિથી જેટલા અવાંતરભેદો હોય (જેમકે મતિજ્ઞાનના સ્પર્શનેન્દ્રિયજન્ય અવગ્રહ વગેરે ૨૮ ભેદ) એટલા એના કારણભૂત કર્મક્ષયોપશમના ભેદ ગણી શકાય છે, કારણ કે કાર્યભેદ કારણભેદ વિના સંભવતો નથી.
આ જ રીતે આ ગુણોના વિષયના જેટલા ભેદ પડે છે, તેમાંથી તે તે કર્મ જેટલા ભેદોને આવરી શકે છે, તે તે કર્મના ક્ષયોપશમના પણ તેટલા અવાંતરભેદો માની શકાય છે, કેમકે વિષયભેદે વિષયી ગુણનો ભેદ છે અને ગુણ(કાર્ય)ના ભેદે કારણભૂત ક્ષયોપશમનો ભેદ માનવો પડે છે.
આવરણ (કર્મ)ને મુખ્ય કરીને વિચારીએ તો
તે તે મતિજ્ઞાનાવરણાદિ કર્મોની જેટલી અવાંતર પ્રકૃતિઓ હોય એના જેટલા ભેદ એટલા ક્ષયોપશમના ભેદ પડે અને તેથી એટલા આત્માના ક્ષાયોપશમિક ગુણના ભેદ પડે. તે તે અવાંતર પ્રકૃતિઓમાં પણ જેટલા રસોદયના ભેદ પડે છે એટલા ક્ષયોપશમના ભેદ પડે અને તેથી એટલા ક્ષાયોપશમિકગુણના ભેદ પડે છે. જેમકે પૂર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org