Book Title: Karm Prakruti Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 200
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ સંવેધોનો જ૦ કાળ ૧ સમય મળે છે તથા, ૫૭, ૫૮ અને ૫૯માં ૧૩૧, તેમજ ૫૯ માં ૧૩૨ અને ૧૩૫... આ પાંચ સંવેધોનો ઉકાળ ૧ આલિકા મળે છે, શેષ સર્વનો અન્તર્મુ૰ મળે છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વી : ક્ષાયિક સમ્યક્ત્વીને ૫૫ થી ૫૮ સુધીના જે પતદ્મહસ્થાનો છે તેમાં સમ્ય॰ અને મિશ્ર એમ બે પ્રકૃતિઓ ઉમેરવાથી તથા ૧૩૦ વગેરે જે સંક્રમસ્થાનો છે એમાં મિશ્ર, મિથ્યા તથા અનંતા૦૪ ઉમેરવાથી ૧૩૬ વગેરે સંક્રમસ્થાનો મળે છે. તેથી ક્રમશઃ ૫૭ માં ૧૩૬ (સામાન્યને), ૫૮ માં ૧૩૭ (જિન૰બંધકને) તથા ૧૩૬ (નવાજિન૦ બંધકને બંધાવલિકામાં), ૫૯ માં ૧૪૦ (આહા૦ બંધકને) તથા ૧૩૬ (નવા આહા૦ બંધકને બંધાવલિકામાં) અને ૬૦માં ૧૪૧ (બન્નેના બંધકને), ૧૪૦ (આહા૦ની બંધાવલિકામાં), ૧૩૭ (જિનની બંધાવલિકામાં) તથા ૧૩૬ (બન્નેની બંધાવલિકામાં)... આમ ૯ સંવેધ મળે છે. આ નવેનો જન્કાળ ઉપર મુજબ ૧ સમય મળે છે. કેટલાક સંવેધનો મરણથી પણ ૧ સમય મળે છે. ઉત્કૃષ્કાળ ૫૭માં ૧૩૬ અને ૫૮માં ૧૩૭નો દેશોનપૂર્વક્રોડ મળે છે, કારણકે આ બે સંવેધ àગુણઠાણે પણ મળે છે. ૫૮માં ૧૩૬, ૫૯ માં ૧૩૬ અને ૬૦ માં ૧૪૦, ૧૩૭ તથા ૧૩૬ આ પાંચ સંવેધનો ૧ આવલિકા.... અને બાકીનાનો ૧ અન્તર્મુ૰ મળે છે. ૧૮૭ ઉપશમસમ્યક્ત્વી : શ્રેણિના ઉ૫૦ને કોઇ નવા સંવેધ મળતા નથી. પણ પ્રથમ ઉપસમ્ય૰ સાથે ૭મે આવનારને પ્રથમ આવલિકામાં મિશ્રનો સંક્રમ ન હોવાથી, નવા સંવેધ મળે છે. આવા જીવને જિનનામના બંધની સંભાવના લાગતી નથી, એમ સમજીને નીચેના સંવેધ જાણવા. સામાન્યજીવને ૫૭ માં ૧૩૫ (ઉ૰ કાળ ૧ આવલિકા) (જ૰ કાળ, બીજા સમયથી આહાના બંધકને, ૫૯માં ૧૩૫ મળવાથી ૧ સમય મળે. સાતમે પહોંચ્યાની પ્રથમ આવલિકાના ચરમસમયે આહા૰બાંધવાનું શરૂ કરનારને એ એક સમય માટે ૫૯ માં ૧૩૫ મળશે. (પછીના સમયથી ૫૯ માં ૧૩૬). એટલે આ બંને સંવેધનો જકાળ ૧ સમય, ઉકાળ ૧ આવલિકા જાણવો. આમ ૭ મે ગુણઠાણે... મિથ્યાના સંક્રમવિચ્છેદવાળાને ૯, ક્ષાયોપમિક સમ્યક્ત્વીને ૯, તથા પ્રથમઉપશમસમ્યક્ત્વીને ૨ એમ કુલ ૨૦ નવા સંવેધ મળે છે. છઃ ગુણઠાણે : આહાની સત્તાવાળાને પણ આહા૰ બંધાતી ન હોવાથી કેટલાક નવા સંવેધ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228