________________
પરિશિષ્ટ : ૧
મતિ-શ્રુતજ્ઞાના૦, અચક્ષુદર્શનાના ક્ષયોપશમથી અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન નામના ક્ષાયોપશમિક ગુણો પ્રકટ થાય છે. પાંચ અંતરાયના ક્ષયોપથી દાનાદિ ૫ લબ્ધિઓ પ્રકટ હોય છે.
૧૭૬
શુદ્ધ ક્ષયોપશમ -
આદ્ય ૧૨ કષાય અને મિથ્યાત્વમોહનીય. આ ૧૩ પ્રકૃતિઓ માત્ર સર્વઘાતી સ્પર્ધકોવાળી જ હોય છે. આના વિપાકોદયકાળે ક્ષયોપશમ હોતો નથી અને ક્ષયોપશમકાળે વિપાકોદય હોતો નથી, માત્ર પ્રદેશોદય હોય છે, એટલે એ શુદ્ધક્ષયોપશમવાળી છે. અનંતાનો ક્ષયો૫૦ ૩ થી ૭, અપ્રત્યાનો ૫ થી ૯, પ્રત્યાનો ૬ થી ૯, અને મિથ્યાત્વનો ૪ થી ૭ ગુણઠાણે ક્ષયોપ૦ હોય છે. મિશ્રમોહનો પણ આ જ રીતે પ્રદેશોદયરૂપ શુદ્ધ ક્ષયોપ૦ ૪ થી ૭ ગુણઠાણે હોય છે.
૩.
જો કે મિથ્યાત્વમોહનીયનો રસ ઘટીને દેશઘાતી થઈ શકે છે, તેમ છતાં એ દેશઘાતી રસવાળા દલિકો એક સ્વતંત્ર પ્રકૃતિરૂપે (સમ્ય૰મોહનીયરૂપે) લેખાતા હોવાથી મિથ્યાનો તો સર્વઘાતીરસ જ કહેવાય છે. તેમજ મંદરસવાળા થયેલા તે દલિકોનો વિપાકઉદય હોવા છતાં, એ તો સમ્યમોહના ઉદય તરીકે ગણાતો હોવાતી મિથ્યાત્વનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપ૦ ન કહેવાતા શુદ્ધક્ષયોપશમ કહેવાય છે.
૪ અપ્રત્યાના ક્ષયોપ૦થી દેશવિરતિ, ૪ પ્રત્યાના ક્ષયોપ૦થી સર્વવિરતિ ગુણ પ્રકટ થાય છે. ૪ અનંતા૦ તથા મિથ્યાત્વના ક્ષયોપ૦થી સમ્યક્ત્વ તેમજ મિશ્રગુણઠાણારૂપ ક્ષાયોપશમિક ગુણ પ્રકટ થાય છે. જો કે મિશ્રમોહનીય એ સર્વઘાતી પ્રકૃતિ છે અને એનો સર્વઘાતી રસ જ ઉદયમાં હોય છે, તેમ છતાં મિથ્યાત્વના રસને વિશેષરૂપે ઘટાડીને ૩ પુંજમાંના ૧ પુંજતરીકે એ અસ્તિત્વમાં આવી હોવાથી અને અધિક૨સવાળા મિથ્યાત્વના દલિકોના ઉદયને અટકાવ્યો હોવાથી શાસ્ત્રકારો મિશ્રગુણસ્થાનકનો ક્ષાયોપમિક ભાવમાં સમાવેશ કરે છે.
૪. ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ -
અવધિજ્ઞાના૦ મનઃ પર્યવજ્ઞાના, ચક્ષુદર્શના૰, અવધિદર્શના॰ આ ૪ પ્રકૃતિઓ દેશધાતી છે. જેના દેશધાતી સ્પર્ધકો પણ (એટલે કે સર્વઘાતી તો ખરા જ) સત્તામાં હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org