________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
ઉત્તર– એ કાળે એનો શુદ્ધક્ષયોપશમ માત્ર વ્યવહારથી કહેવાય છે. વસ્તુતઃ તો એ ઉદયાનુવિદ્ધ જ હોય છે. તેથી એમાં હાનિ-વૃદ્ધિ હોય છે. જીવના પરિણામોની ઉદયવાળી પરાવર્તમાન પ્રકૃતિપર જે અસર થાય છે એ જ આ પ્રદેશોદયવાળી પ્રકૃતિપર થવાની પણ યોગ્યતા ધરાવતી હોય છે. એટલે કે પરિણામો વિશુદ્ધ થાય તો જેમ ઉદયવતી પ્રકૃતિનો વિપાકોદય પ્રાપ્ત રસ મંદ થતો જાય છે તેમ અનુદિત પ્રકૃતિનો તે તે સમયે વિપાકથી ઉદયમાં આવી શકવાની યોગ્યતાવાળો રસ પણ મંદ થતો જાય છે. એ જ રીતે પરિણામની અશુદ્ધિ થાય તો એ તીવ્ર થતો જાય છે. આને આવી પ્રકૃતિના ક્ષયોપશમની વૃદ્ધિ-હાનિરૂપે લેખી શકાય છે.
ક્ષયોપશમના ભેદો -
(૧) ક્ષોપશમરહિતપણું (૨) નિત્યક્ષોપશમ (૩) શુદ્ધક્ષોપશમ (૪) ઉદયાનુવિદ્ધક્ષયોપશમ (૫) વિકલ્પે ઉદયાનુવિદ્ધક્ષયોપશમ.
૧. ક્ષયોપશમરહિતપણું -
અઘાતી પ્રકૃતિઓ તેમજ નિદ્રાપંચક અને કેવલદ્વિક... આ પ્રકૃતિઓનો ક્યારેય
ક્ષયોપશમ થતો નથી.
૧૭૫
૨. નિત્યક્ષયોપશમ -
બધા છદ્મસ્થોને જેનો હંમેશા ક્ષયોપશમ હોય તેવી પ્રકૃતિઓ. મતિજ્ઞાના, શ્રુતજ્ઞાના, અચક્ષુદર્શના૦ અને ૫ અંતરાય..... આ ૮નો પૂર્વોક્ત કલ્પના પ્રમાણે ક્યારેય ૧૦૦૦૦થી અધિકરસ (સર્વઘાતી રસ) ઉદયમાં આવતો નથી. તેથી આત્માનો ગુણ અમુક અંશમાં નિત્ય ઉઘડેલો રહે છે. વળી આ ૮ નો હંમેશા અમુક (૧૦૦૦૦ની અંદર) રસોદય હોય જ છે. તેથી હંમેશા ઉદયાનુવિદ્ધક્ષયોપશમવાળી જ હોય છે. અને તેથી ઉદયપ્રાપ્ત રસની માત્રામાં હાનિ-વૃદ્ધિને અનુસરીને ક્ષયોપશમની તીવ્રતા-મંદતા થયા કરે છે. આ ૮ પ્રકૃતિની કેટલીક પ્રકૃતિઓની અવાંતર પ્રકૃતિઓમાં સર્વઘાતી ઉદય અને ક્ષયોપશમરહિતપણું ક્યારેક હોય છે. જેમકે એકેન્દ્રિયજીવને મતિજ્ઞાનાવરણના રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનું આવરણ કરનાર અવાંતરભેદનો ક્ષયોપશમ હોતો નથી. પાંચ અંતરાય હંમેશા દેશધાતી રસોદયવાળા જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org