________________
૧૭૦
પરિશિષ્ટ : ૧
(બ) પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાથી વિવક્ષિત પરાવર્તમાન પ્રકૃતિ ઉદયમાં નથી. તેમ છતાં જો બીજે સમયે એનો ઉદય થાય તો પણ દેશઘાતી રૂપે જ ઉદય થાય. સર્વઘાતીરૂપે નહીં જ, તો એનો “ક્ષયોપશમ' કહેવાય છે. ઉદય અપ્રાપ્ત પરાવર્તમાન પ્રકૃતિનો આ ઉદયાનુવિદ્ધ એવા વિશેષણવિનાનો શુદ્ધ ક્ષયો પત્ર વ્યવહારથી કહેવાય છે. આ અવસ્થામાં વિવક્ષિતકાળે પ્રતિપક્ષી જે પ્રકૃતિ ઉદયમાં છે તેનો પણ દેશઘાતી રસ જ ઉદયમાં હોય છે, સર્વઘાતી નહીં. એટલે કે પ્રતિપક્ષી પ્રકૃતિનો પણ ક્ષયોપશમ સાથે જ હોય છે, ઉદયપ્રાપ્ત પ્રકૃતિનો આ ક્ષયોપશમ ઉદયાનુવિદ્ધક્ષયોપશમ કહેવાય છે. માત્ર એક પરાવર્તમાન પ્રકૃતિનો ક્ષયોપશમ હોય અને તેની પ્રતિપક્ષી અન્ય પ્રકૃતિનો લયોપશમ સાથે ન હોય એવું બનતું નથી. જેમકે પાંચમે ગુણઠાણે વેદ કે યુગલ.... માત્ર પુર્વેદનો ક્ષયોપશમ હોય અને સ્ત્રી-નપું વેદનો નહી” એવું બનતું નથી.
(ક) જે સર્વઘાતી પ્રકૃતિ હોવા છતાં, વિવક્ષિતકાળે વિશુદ્ધિના કારણે સર્વઘાતી રસરૂપે ઉદયમાં આવી શકે એમ નથી તેમજ દેશઘાતીરૂપે ઉદયમાં આવવાની તો એની તથાસ્વભાવે યોગ્યતા જ નથી. તેથી એનો માત્ર પ્રદેશોદય જ હોય છે. આ શુદ્ધ ક્ષયોપશમભાવ કહેવાય છે. દા.ત. ૪થા વગેરે ગુણઠાણે અનંતા ક્રોધ વગેરે આદ્ય ૧૨ કષાયો. આ અવસ્થામાં તે તે સંબંધિત બધી પરાવર્તમાન પ્રકૃતિઓને પ્રદેશોદય જ હોય છે. કોઈનો પણ વિપાકોદય હોતો નથી અને તેથી બધાનો એકીસાથે ક્ષયોપશમ હોય છે. (અ)માં પરાવર્તમાન એક પ્રકૃતિનો વિપાકોદય હતો અને પ્રદેશોદયવાળી અન્ય સર્વ પ્રકૃતિઓની પણ વિપાકોદય માટે યોગ્યતા હતી, માટે પ્રદેશોદયવાળીનો પણ ક્ષયોપશમ કહેવાતો નથી, જ્યારે અહીં વિપાકોદય કોઈનો નથી, તેમજ એની યોગ્યતા પણ નથી, માટે ક્ષયોપશમ કહેવાય છે. એટલે કે પરાવર્તમાનતાના કારણે થયેલ પ્રદેશોદય એ ક્ષયપ નથી પણ વિપાકોદયની અયોગ્યતાના કારણે થયેલ પ્રદેશોદય એ ક્ષયોપ૦ છે.
ટૂંકમાં... * સર્વઘાતી રસનો ઉદય હોય તો દયિકભાવ કહેવાય. * કેવળ દેશઘાતીરસનો જ ઉદય હોય તેને તેમજ દેશઘાતીરસના ઉદય સાથે
સર્વધાતી રસને દેશઘાતી કરીને જ ઉદયમાં લાવે તેને ઉદયાનુવિદ્ધ લયોપશમભાવ કહે છે. દા.ત. સભ્ય મોહનીય તેમજ છ ગુણઠાણે ઉદિત યુગલ-વેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org