________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૬૯
એટલે આ ૩૨+ ૮ = ૪૦ પ્રકૃતિઓનો ક્ષયોપશમ હોય છે. આમાં આદ્ય ૧૨ કષાય, મિશ્ર અને મિથ્યાત્વ એ ક્ષયોપોને યોગ્ય સર્વઘાતી રસવાળી છે. જ્યારે શેષ પ્રકૃતિઓ દેશઘાતીરસવાળી છે.
લયોપશમ પામનારી આ પ્રવૃતિઓ ત્રણ રીતે ઉદયમાં આવે છે. ૧. સર્વઘાતીરસરૂપે - જ્યારે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું ન હોય ત્યારે અવધિજ્ઞાનાવરણનો
સર્વઘાતીરસ ઉદયમાં હોય છે. આ વખતે અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ
હોતો નથી. ૨. સર્વઘાતીરસ સર્વઘાતીરૂપે ઉદયમાં ન આવે, માત્ર દેશઘાતી રૂપે જ ઉદયમાં આવે
અને દેશઘાતીરસનો પણ ઉદય હોય. દા.ત. અવધિજ્ઞાનીને અવધિજ્ઞાનાવરણનો દેશઘાતીનો જ ઉદય હોય છે. આ ઉદ્યાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે. જેના માત્ર દેશઘાતી રસ જ સત્તામાં હોય અને ઉદયમાં પણ હોય તે પણ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ
છે. જેમકે લાયોપથમિક સમ્યકત્વને સમ્યકત્વ મોહનીય. ૩. સર્વઘાતી કે દેશઘાતી એકે ય રૂપે વિપાકોદય ન હોય, માત્ર પ્રદેશોદય હોય. આ
વખતે શુદ્ધક્ષયોપશમ હોય છે. દા.ત. આદ્ય ૧૨ કષાયોનો ક્ષયોપશમ.. પ્રદેશોદય ત્રણ પ્રકારે હોય છે -
(અ) પરાવર્તમાનપ્રકૃતિઓમાં, પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોય ત્યારે વિવલિત પ્રકૃતિ સ્વસ્વરૂપે ઉદયમાં આવી શકતી નથી. પ્રદેશોદયરૂપે ઉદયમાં આવે છે. તેમ છતાં, જો એ વખતે પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય અટકી જવાથી વિવક્ષિતપ્રકૃતિ સર્વઘાતીસ્વરૂપે જ ઉદયમાં આવી શકે એમ હોય તો આવા પ્રદેશોદયકાળે ક્ષયોપશમ કહેવાતો નથી. કિન્તુ ઔદયિકભાવની યોગ્યતા હોવાથી ઔદયિકભાવ કહેવાય છે. દા.ત. ૧લે ગુણઠાણે અનંતા ક્રોધના ઉદયકાળે માન વગેરે પ્રકૃતિઓ, અથવા ૧ થી ૪ ગુણઠાણે વિપાકોદય પ્રાપ્ત વેદ કે યુગલ સિવાયના વેદ કે યુગલ.
આ અવસ્થામાં વિવક્ષિત પ્રકૃતિનો વિપાકોદય ન હોવા છતાં, કોઈ જ આત્મગુણ પ્રગટ થયો હોતો નથી, માટે આને ક્ષયોપશમ ન કહેતાં ઔદયિક ભાવ જ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org