________________
પરિશિષ્ટ : ૧
બીજી રીતે કહીએ તો અઘાતીપ્રકૃતિઓના રસનો એક જ પ્રકાર હોય છે, એટલે કે એનો જધન્ય રસ પણ સર્વઘાતી રસ જેવો જ હોય છે. તેથી એનો કેવલજ્ઞાનાવરણની જેમ ક્ષયોપશમ હોતો નથી. ઘાતી પ્રકૃતિઓનો રસ ઉદયની અપેક્ષાએ ૩ પ્રકારનો હોય છે, કેવલ દેશઘાતીરસ (મતિજ્ઞાના॰ વગેરે) કેવલ સર્વધાતી રસ (કેવલજ્ઞાના॰ વગેરે) અને ઉભયરસ (અવધિજ્ઞાના૰ વગેરે).
૧૬૮
ઘાતીકર્મોથી આવરાતા ગુણો અવાતંરભેદોની અપેક્ષાએ બે પ્રકારના છે. આંશિક ખુલ્લા થાય એવા અને આંશિક ખુલ્લા ન થાય એવા.
કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ અને પાંચ નિદ્રા આ ૬ કર્મો એવા છે કે જેનાથી આવરિતગુણો ક્યારેય આંશિકરીતે ખુલ્લા થતા નથી. માટે આ સાત પ્રકૃતિઓનો પણ ક્ષયોપશમ હોતો નથી. વળી આમાંથી કેવલદ્ધિક એવી પ્રકૃતિઓ છે કે જેનો ક્ષય ન થાય ત્યાં સુધી હંમેશા ઉદય ચાલુ જ હોય છે. તેથી એનો ક્ષય થઇને જ્યાં સુધી ક્ષાયિકગુણ પ્રગટ ન થાય ત્યાં સુધી એના સંબંધિતગુણો સર્વથા અપ્રકટ જ રહે છે. પણ નિદ્રાપંચક પ્રકૃતિઓ એવી છે, કે એનો હંમેશા ઉદય હોતો નથી. એટલે ક્ષય પૂર્વે પણ, જ્યારે એનો ઉદય ન હોય ત્યારે એનાથી આવરિત થનાર ગુણ પ્રકટ હોય છે. તેમ છતાં એ વખતે પણ, સર્વઘાતી રસરૂપે ઉદયમાં ન જ આવી શકે એવી એનામાં યોગ્યતા થઈ શકતી ન હોવાથી ક્ષયોપશમ કહેવાતો નથી. જ્યારે એનો ઉદય હોય ત્યારે એ ગુણો સંપૂર્ણતયા આવરાયેલા હોય છે, આંશિક પ્રગટ હોતા નથી, તેથી નિદ્રાકાળે સભાનપણે સાંભળવું-જોવું વગેરે બનતું નથી. આમ આ ૭ પ્રકૃતિઓ ક્ષયોપને અયોગ્ય સર્વઘાતી રસવાળી છે.
જે ગુણો આંશિક ખુલ્લા થાય છે તે, તેના આવારક કર્મોના ક્ષયોપશમથી થાય છે. આ આવારકકર્મો બે પ્રકારના છે. (અને તેથી આંશિક ખુલ્લા થતા ગુણો પણ બે પ્રકારના છે.) ક્યારેક ક્ષયોપશમવાળા અને કાયમ (નિત્ય) ક્ષયોપશમવાળા... ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિઓ દર્શનમોહનીયની ૩ પ્રકૃતિઓ, અવધિદ્ધિક, મનઃપર્યવજ્ઞાના૦ અને ચક્ષુદર્શર્નાવરણ... આ ૩૨ પ્રકૃતિઓ ક્યારેક ક્ષયોપશમ થનારી છે. જ્યારે મતિજ્ઞાના, શ્રુતજ્ઞાના, અચક્ષુદર્શના૰ અને પાંચ અંતરાય.... આ ૮ પ્રકૃતિઓ નિત્ય ક્ષયોપશમવાળી છે. આ ૮ સંબંધી ગુણો અમુક અંશે હંમેશા ખુલ્લા જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org