________________
૧૬૬
પરિશિષ્ટ : ૧
ઉપશમ પણ ચાલે. કિન્તુ ક્ષયપ તો નહીં જ. તેથી પ્રથમ સમ્યક થી શ્રેણિ માંડી શકાતી નથી.
આમ આ બે રીતે ઉપશમકાર્ય થતું હોવાથી બે ભેદ બતાવ્યા છે. અનુયોગદ્વારમાં અવાંતર પ્રવૃતિઓ જેટલી છે એટલા અવાંતર ભેદો બતાવ્યા છે. દેશોપશમના -
ઉદયાવલિકાની બહારના દરેક નિષેકોમાં રહેલા અને જેની બંધાવલિકા વગેરે વીતી ગયેલી છે તેવા દલિકોના એક અસમા ભાગના દલિકોની એવી અવસ્થા ઉભી કરવી કે જેથી અંતર્મકાળ સુધી ઉદીરણા-સંક્રમ વગેરે દ્વારા એ ત્યાંથી ખસી ન શકે તેને દેશોપશમ કહે છે. અનાદિકાલથી અપૂર્વકરણ સુધી આ આઠે ય કર્મોમાં ચાલુ હોય છે. અનિવૃત્તિકરણથી એ બંધ પડે છે. તેમ જ જૂની થયેલી હોય તે પણ ચાલી જાય છે. અસંમા ભાગ સિવાયનું શેષ દલિક અનુપશાંત હોવાના કારણે ઉદયાદિ ચાલુ રહેવાથી આ ઉપશમદ્વારા ક્ષાયિક, ઔપથમિક કે ક્ષાયોપથમિક કોઈપણ આત્મગુણ પ્રકટ થતો નથી. વિપાકોપશમ -
ઉદયમાં જેટલો રસ હોય એના કરતાં વધારે રસવાળા ઉદયાવલિકાની ઉપર રહેલા દલિકોમાં, એ અધિકરસ-સ્વરૂપે ઉદયમાં આવી ન શકે એવી યોગ્યતા પેદા કરવી એ વિપાકોપશમ છે. આ વધારે રસવાળા દલિકો જો ઉદયમાં આવે તો રસહીન થઈને જ ઉદયમાં આવી શકે છે અને તેથી ગુણનાશક બની શકતા નથી. આ વિપાકોપશમ, ‘ક્ષયોપશમ'નો એક અંશ છે. જ્યાં સુધી સાયોપથમિક ભાવ ચાલુ હોય છે ત્યાં સુધી આ વિપાકોપશમ પણ ચાલુ રહે છે. ઉદયપ્રાપ્ત નિષેકમાં પણ અધિકરસવાળા દલિકો તો છે જ, પણ એમાંથી કેટલો રસ ઉદયમાં આવી શકે એનો નિર્ણય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ પર થાય છે. જ્યાં સુધી લાયોપથમિકભાવરૂપ વિશુદ્ધિને જીવ જાળવી રાખે છે, ત્યાં સુધી ઉદયમાં અધિક રસ આવી શકતો નથી. ઉદયપ્રાપ્ત નિષેકમાં પણ અધિક રસવાળાં જે દલિકો રહેલા હોય છે, તે આ ક્ષાયોપશમિકભાવથી હીનરસવાળા થઈને જ ઉદયમાં આવે છે અને તેથી આ વિપાકોપશમના પ્રભાવે ઉપર રહેલા અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org