________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૬૫
ઉત્તરપ્રકૃતિઓની સત્તા ચારિત્રમોહનીયના વર્ગ જેટલી થઈ ગઈ હોય છે.) એટલે કે સામાન્યથી દરેક ઉત્તરપ્રકૃતિઓની સ્થિતિસત્તા લગભગ સરખી હોય છે. એટલે જેનો સર્વોપશમ કરવો હોય તે પ્રકૃતિના આ સર્વનિષેકોમાં રહેલા દલિકોને ઉપશાંત કરવા પડે છે. વળી ઉપશમકાળ દરમ્યાન તો પ્રદેશોદય પણ હોવો ન જોઈએ. તેથી ઉપશમના અંતર્મુ કાળભાવી નિષેકોના દલિકોને અંતરકરણની પ્રક્રિયાથી ખાલી કરવા પડે છે. નિષેકોમાં જો દલિક હોય તો છેવટે ઉદયસમયે તો એનો પ્રદેશોદય થાય જ. માટે એને ખાલી કરે છે. ત્યારબાદ બીજી સ્થિતિમાં રહેલા દલિકોને અંતર્મુ-કાળમાં ઉપશમાવે છે, એટલે કે તે દલિકો ખસીને ઉપર-નીચે ક્યાંય ન જાય તેમજ દર્શનમોહનીય સિવાયની પ્રકૃતિના દલિકો તો અન્યત્ર પણ ન જાય એવા કરે છે. આ રીતે સત્તાગત બધા દલિકો ઉપશાંત થાય અને ઉદયમાં પ્રદેશોદયથી પણ નથી, તેથી તે કર્મથી આવરિત ગુણ સંપૂર્ણ પ્રકટ થાય છે.
આમ સર્વોપશમ માત્ર મોહનીયકર્મનો જ થતો હોવાથી એનાથી માત્ર, મોહનીયકર્મદ્વારા આવરિત ગુણો જ પેદા થાય છે. એટલે પથમિકભાવો તરીકે માત્ર સમ્યકત્વ અને ચારિત્ર એ બે જ ભાવો મળે છે. જો કે મોહનીયકર્મની અવાંતર પ્રકૃતિઓનો પણ સર્વોપશમ થાય છે. તેમ છતાં દર્શનમોહનીયની સત્તાગત એક હોય તો એકને (પ્રથમ સમ્યકત્વોત્પતિકાળે) અને સત્તાગત ત્રણ હોય તો ત્રણને (ઉપશમશ્રેણિ માટે ઉપશમ કરે ત્યારે) ઉપશમાવ્યા વિના જીવ રહેતો નથી, તેથી એ ત્રણેયના ઉપશમ દ્વારા “સમ્યકત્વ ગુણ પ્રકટ થાય છે. એમ ચારિત્રમોહનીયનો ઉપશમક પણ જો મરણવ્યાઘાત ન આવે તો ક્રમશઃ સર્વપ્રકૃતિઓને ઉપશમાવ્યા વિના રહેતો નથી.
- પ્રથમ સમ્યકત્વથી ઉપશમશ્રેણિ માંડી શકાતી નથી. પણ ઉપશમશ્રેણિના ઉપશમસમ્યકત્વથી એકવાર શ્રેણિ માંડ્યા પછી અંતર્મુડ માં જ ક્ષાયોપ૦ સભ્યત્વ પામ્યા વગર જ બીજીવાર ઉપશમશ્રેણિ માંડે તો પુનઃ ઉપશમસમ્યકત્વ પામવાની જરૂર રહેતી નથી. પ્રથમ ઉપગ્સમ્યમાં અનંતાનો ક્ષાયોપ૦ અને દર્શનત્રિકનો ઉપશમ હોય છે. શ્રેણિમાટેના ઉપશમસમ્યમાં અનંતાની વિસંયોજના હોય છે. મતાંતરે
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org