________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
કર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે એનો અર્થ કર્મપુદ્ગલોનો આત્મામાં વિયોગ પેદા થાય છે. જો કે સંયોગ અને વિયોગ ઉભયમાં રહેનાર ચીજ છે. એટલે કે સંયોગ વિયોગ કર્મદલિકોમાં પણ રહે છે. તેમ છતાં આત્માની મુખ્યતા હોવાથી અને આત્માના ગુણો આવરાતા હોવાથી આત્મા બંધાય છે એવો વ્યવહાર થાય છે., પણ પુદ્ગલો બંધાય છે તેવો વ્યવહાર થતો નથી. જેમકે બેડીથી પુરુષ બંધાવાનો વ્યવહાર થાય છે, પણ પુરુષથી બેડી બાંધવાનો નહીં. આ જ રીતે વિયોગ પણ આત્મામાં પેદા થયો એમ વ્યવહાર થાય છે.
કર્મો ૧૫૮ કે (એના પણ અવાંતરભેદોની અપેક્ષાએ) અસંખ્ય હોવા છતાં એક એક મુખ્યગુણને આવરણ કરનાર અનેક રીતે અનેક કર્મો છે. તે બધાના નાશથી તે તે ગુણ સંપૂર્ણ તથા સર્વ રીતે પ્રગટે છે. તેથી ૮ કર્મોના ક્ષયથી ૮ ગુણો પ્રકટ થાય છે. તેમ છતાં વિવક્ષા ભેદથી નીચે પ્રમાણે કહેવાય છે -
જ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન, દર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, દર્શન મોહનીયના ક્ષયથી ક્ષાયિકસમ્યક્ત્વ, ચારિત્રમોહનીયના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર અને દાનાંતરાયાદિના ક્ષયથી ક્ષાયિક દાનલબ્ધિ વગેરે ૫ લબ્ધિઓ પેદા થાય છે. આમ ૪ ઘાતીકર્મોના ક્ષયથી ભવસ્થકેવળીને ૯ ક્ષાયિકગુણો પ્રાપ્ત થાય છે.
૧૬૩
વેદનીયકર્મના ક્ષયથી અવ્યાબાધપણું, આયુષ્યના ક્ષયથી અક્ષયસ્થિતિ, નામકર્મના ક્ષયથી અરૂપીપણું અને ગોત્રકર્મના ક્ષયથી અગુરૂલઘુપણું પ્રકટ થાય છે. અથવા નામકર્મક્ષય અને ગોત્રકર્મક્ષય એ બન્નેથી ભેગો એક અનંતાવગાહના નામનો પરિણામ પ્રકટ થાય છે.
ઉપશમ -
જીવના વીર્યવિશેષથી કર્મની એક એવી અવસ્થાવિશેષ થાય છે કે જેથી એના ઉદય-ઉદીરણા-નિદ્ધત્તિ-નિકાચના થઈ ન શકે તે અવસ્થાને ઉપશમ કહે છે.
ઉપશમ ૩ પ્રકારે થાય છે. સર્વોપશમ, દેશોપશમ, વિપાકોપશમ. સર્વોપશમ -
કર્મની સત્તા હોવા છતાં, સત્તાગત દરેક નિષેકના દરેક દલિકો વિક્ષિત અવસ્થાવિશેષવાળા થવાના કારણે એના પ્રદેશોદય કે વિપાકોદય કે એ માટેની યોગ્યતા પણ રહે નહીં તેને સર્વોપશમ કહે છે. અનુપશાંતકર્મથી જે ગુણ આવરાયો હતો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org