________________
પરિશિષ્ટ : ૧
આ સર્વોપશમથી ક્ષાયિકગુણની જેમ સંપૂર્ણતયા પ્રગટ થાય છે. તેથી આ ઔપશ્િમક ગુણ ક્ષાયોપશમિક ગુણ કરતાં નિર્મળ હોય છે. તેમ છતાં, એ અલ્પકાલીન હોય છે. પાણીથી દબાયેલી ધૂળ જેમ અલ્પકાળમાટે જ દબાયેલી રહે છે અને પછી ઊડવા માંડે છે, તેમ આ ઉપશમભાવ પણ કર્મરજમાં અંતર્મુ॰કાળ માટે જ રહે છે. આનું કારણ એ છે કે અંતરાયકર્મનો ઉદય હોવાથી અનંતવીર્ય હોતું નથી. અનંતવીર્ય ન હોવાના કારણે આત્માના વિશુદ્ધયમાન પરિણામ કે અવસ્થિત વિશુદ્ધ પરિણામ અંતર્મુ૦થી વધુ રહેતા નથી. ત્યારબાદ અવશ્ય પરિણામમાં હાનિ થાય છે જેના કારણે સત્તામાં રહેલ ગુણનાશક કર્મો પાછા અનુપશાંત બની જવાથી એનો અવશ્ય વિપાકોદય કે પ્રદેશોદય થાય છે. તેથી ઔપશમિક ગુણ અંતર્મુહૂર્ત કાળથી વધુ ટકતો નથી. અન્તર્મુ॰ બાદ કાં તો એ ક્ષાયોપમિક બની જાય છે, અને કાં તો નાશ પામી જાય છે.
૧૬૪
આઠ કર્મોમાંથી માત્ર મોહનીયનો જ સર્વોપશમ થાય છે. શેષ ૩ ઘાતીકોના બધા ભેદો કે અમુકભેદો સત્તાવિચ્છેદ ન જાય ત્યાં સુધી બધા જીવોને હંમેશા રસોદયવાળા રહે છે. જ્ઞાના૦૫, દર્શના૦૪, અને અંતરાય ૫ આ ચૌદે'ય ક્ષય ન થાય ત્યાં સુધી રસોદયવાળા હોય છે. ૫ નિદ્રાનો વિપાકોદય હોય કે ન પણ હોય, પણ જ્યારે વિપાકોદય ન હોય ત્યારે પ્રદેશોદય તો હોય જ છે, ઉપશમ હોતો નથી.
નામની અમુક પ્રકૃતિઓ ધ્રુવોદયી હોય છે. જ્યારે અન્યનો વારાફરતી ઉદય થાય છે. પણ ૧૪માના ચરમસમય સુધી કેટલીક તો ઉદયમાં રહે જ છે. શેષ ૩ અઘાતીની પણ ૧-૧ તો વિપાકોદયમાં હોય જ છે. માટે અઘાતી કર્મોનો પણ સર્વોપશમ હોતો નથી.
જ
મોહનીયકર્મમાં પણ ક્યારેક જ જીવના વીર્યવિશેષથી સર્વોપશમ થાય છે. એ માટે સર્વનિષેકગત સર્વદલિકોને વિપાકોદય અને પ્રદેશોદય રહિત કરવું પડે છે.
સામાન્યથી જીવ જ્યારે સર્વોપશમ કરવા ઉદ્યત થાય છે ત્યારે સ્થિતિસત્તા અંતઃ કોકો૦ સાગરો હોય છે. તે તે ઉત્તરપ્રકૃતિઓનો સ્થિતિબંધ ભલે ગમે એટલો ઓછો વત્તો હોય, તો પણ સંક્રમણવગેરે દ્વારા દરેક ઉત્તરપ્રકૃતિઓની સ્થિતિસત્તા પોતપોતાની મૂળપ્રકૃતિની સત્તા જેટલી થઈ ગયેલી હોય છે. (ચારિત્રમોહનીયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org