________________
પરિશિષ્ટ : ૧
જે કર્મો સત્તામાં ન હોય અને નવા બંધાય તે કર્મો (આયુષ્ય સિવાયના) બંધાવલિકા બાદ અપવત્તેનાથી નીચે આવીને પછી છેવટે પ્રદેશોદયથી પણ ઉદયમાં આવે છે, પછી ભલે ને તે જિનનામકર્મ હોય કે આહારક સપ્તક. કેટલાક એમ કહે છે કે જો વિપાકોદયને યોગ્ય હોય તો અપવર્તનાદ્વારા ઉદયસમયસુધી આવે છે અને વિપાકોદય પામે છે. જેમકે મિથ્યાત્વે આવેલ અનંતાનુબંધી વિસંયોજકને બંધાવલિકા બાદ એનો વિપાકોદય થાય છે. જો વિપાકોદયની યોગ્યતા ન હોય તો ઉદયાલિકામાં આવતું નથી, ઉદયાવલિકાની ઉપરના નિષેક સુધી આવે છે અને એક આવલિકા બાદ એ નિષેકનો ઉદય થાય ત્યારે પ્રદેશોદય પામે છે. આમ એક બંધાવલિકા અને એક ઉદયાવલિકા એમ બે આવલિકા સિવાય સત્તાની વિદ્યમાનતામાં એનો ઉદય (વિપાકથી કે પ્રદેશથી) અવશ્ય મળે છે. માત્ર ઉદયપ્રાપ્ત આયુષ્યથી ભિન્ન આયુષ્ય બંધાયું હોય તો એનો ચાલુ ભવના અંત સુધી એકેય ઉદય મળતો નથી.
૧૬૨
કર્મના ઉદયથી થતા આત્મપરિણામોને ઔદિયકભાવ કહે છે. અજ્ઞાન, ક્રોધાદિ, કામાદિ, લેશ્યા, અસિદ્ધત્વ, અવિરતિવગેરે ઔદયિકભાવો છે. આઠેયકર્મના અવાતંરભેદોના બધા ઔદિયકભાવો હોય છે. (માત્ર સમ્યક્ત્વના ઉદયથી થતા પરિણામને ક્ષાયોપશમિકભાવમાં ગણવામાં આવે છે જે આગળ સ્પષ્ટ થશે.) ઉત્તરપ્રકૃતિઓમાં અવાંતરભેદોની અપેક્ષાએ ઔદાયિકભાવો અસંખ્ય છે, રસોદયના ભેદની અપેક્ષાએ અસં૰ કે અનંત છે. વર્ણાદિ નામકર્મ વગેરેના ઉદયનું કાર્ય શરીર અને તેના પુદ્ગલોમાં વર્ણાદિ રૂપે પણ દેખાય છે. તેથી કર્મોદયથી પુદ્ગલમાં પણ જે પિરણામ થાય છે તે પણ ઔદિયકભાવ કહેવાય છે.
ક્ષય
બંધવચ્છેદ બાદ સત્તાગત કર્મને સંક્રમ વગેરે દ્વારા એવી રીતે દૂર કરવા કે જેથી એના બંધ, ઉદય કે સત્તા તો રહે નહીં, પણ ફરીથી બંધાદિ દ્વારા એની સત્તાઉદય ન પ્રવર્તે એવી આત્માની યોગ્યતા ઉભી થાય. આ રીતે સંપૂર્ણ ક્ષય થવાથી આત્મામાં ક્ષાયિકગુણો પ્રગટ થાય છે. આઠેય કર્મનો આ રાતે ક્ષય થઇ સંપૂર્ણ ક્ષય થઈ શકે છે, અને એનાથી ક્ષાયિકગુણો પ્રગટ થાય છે.
આમાં, સત્તા વગેરે પુનઃ ન પ્રવર્તે એવી યોગ્યતાનો પણ જે સમાવેશ કર્યો છે એનાથી જણાય છે કે દર્શનત્રિકનો ક્ષય ન કરનાર જીવ અનંતાનુબંધીનો નાશ કરે તો પણ એ એની વિસંયોજના કહેવાય છે, ક્ષાયિકગુણ લાવી આપનાર ક્ષય નહીં, કેમકે મિથ્યાત્વે જઈને પુનઃઅનંતાનુબંધીના બંધ વગેરેની શક્યતા હજુ ઊભી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org