________________
શ્રી મર્દ નમ: | श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ।
Ė નમ:
પરિશિષ્ટઃ ૧
ક્ષયોપશમની વિચારણા (સિદ્ધાંત દિવાકર પૂ. આચાર્યદેવશ્રી જયઘોષસૂરિજી મહારાજ)
તે તે દ્રવ્યોના અવસ્થા પરિણામને પારિણામિકભાવ કહે છે. કર્મોની ઉદય, ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ સ્વરૂપ ચાર અવસ્થાઓથી આત્માની જે જે અવસ્થા થાય છે તે પણ જીવદ્રવ્યના તે તે પરિણામવિશેષ સ્વરૂપ જ હોવાથી પારિણામિકભાવમાં અંતર્ભત જ હોય છે. તેમ છતાં, જેમ પાંચેય પ્રકારના ચારિત્રો સામાયિકમાં અંતર્ભત થઈ જતાં હોવા છતાં કેટલીક વિશિષ્ટ સમજણ માટે એના છેદોપસ્થાપનીય વગેરે સ્વરૂપ વિશેષ ભેદો અને નામો દર્શાવવામાં આવે છે તેમ આ જુદી જુદી અવસ્થાઓના પણ અનુક્રમે ઔદયિક, ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક એવા ભેદો અને નામો શાસ્ત્રકારોએ દર્શાવેલ છે. એકવાર છેદોપસ્થાપનીય વગેરેની જુદી જુદી વિવક્ષા કરી, એટલે પછી જેમ એનો સામાયિકમાં સમાવેશ કરાતો નથી, તેમ પ્રસ્તુતમાં પણ ઔદયિક વગેરે ભાવોનો પારિણામિકભાવમાં સમાવેશ કરવો નહીં. સ્વતંત્ર જ ગણવા. આ સિવાય બધા દ્રવ્યની બધી અવસ્થાઓને પારિણામિકભાવમાં જાણવી. કર્મની ઉદય વગેરે ચાર અવસ્થાઓથી આત્માની ઔદયિકવગેરે થયેલી ચાર અવસ્થામાંથી ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક અવસ્થાઓ આત્મગુણસ્વરૂપ છે.
પારિણામિકભાવો સાદિ-સાન્ત વગેરે ચારે પ્રકારે હોય છે. પુદ્ગલના પરિણામો સાદિ-સાન્ત હોય છે. સિદ્ધની નિયત અવગાહના-નિયત સ્થિરતા-સિદ્ધત્વ આ બધું સાદિ-અનંત છે. ભવ્યત્વ અનાદિ-સાન્ત છે. જીવત્વ અને અભવ્યત્વ અનાદિ-અનંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org