________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૨૧
સંખ્યાતભાગહીનની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ એની બીજી વર્ગણા પણ સંખ્યાતભાગહીન હોવાથી અસંહભાગહીન વર્ગણાઓ મળશે નહીં. તેથી પ્રથમની અપેક્ષાએ ત્રીજી વગેરે કેટલીક વર્ગણાઓ સંખ્યાતભાગહીન, પછીની કેટલીક વર્ગણાઓ સંખ્યાતગુણહીન, પછીની કેટલીક વર્ગણાઓ અસગુણહીન અને પછીની કેટલીક વર્ગણાઓ અનંતગુણહીન મળશે. આમ આમાં માત્ર ૪ પ્રકારની હાનિ પરંપરોપનિધાથી મળશે. આ જ પ્રમાણે સંખ્યાતગુણહીનની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ એની વર્ગણાઓમાં ક્રમશ: સંખ્યાતગુણહીન, અસગુણહીન અને અનંતગુણ હીન એમ ૩ પ્રકારની હાનિઓ મળશે. અસગુણહીનની પ્રથમવર્ગણાની અપેક્ષાએ એની વર્ગણાઓમાં પ્રારંભે અસગુણહીનની વર્ગણાઓ અને ત્યારબાદ અનંતગુણહીનની વર્ગણાઓ મળશે. એટલે કે બે પ્રકારની હાનિ મળશે. અનંતગુણહીનની પ્રથમવર્ગણાની અપેક્ષાએ તો બધી જ વર્ગણાઓ અનંતગુણહીન હોવાથી પરંપરોપનિધાથી પણ માત્ર એક જ પ્રકારની હાનિ મળે છે.
આ રીતે અસંમો ભાગ બાદ કરવાથી કે ઉમેરવાથી જે આવે તે અનુક્રમે અસંહભાગહીન (ગ-a) અને અસંહભાગવૃદ્ધિવાળી (I+/a) કહેવાય. આ જ રીતે સંખ્યાતમો ભાગ બાદ કરવાથી અને ઉમેરવાથી જે રકમો આવે તે અનુક્રમે સંખ્યાતભાગહીન (-/S) અને સંખ્યાતભાગવૃદ્ધ (મ+M/S) કહેવાય છે.
ને ક્રમશઃ અનંત, અસં. અને સંખ્યાતા વડે ભાગવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણહીન (A) અસગુણહીન (Ha) અને સંખ્યાતગુણહીન (I/s) કહેવાય છે. એમ મ ને ક્રમશઃ અનંત, અસંહ અને સંખ્યાતા વડે ગુણવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણવૃદ્ધ (અxA), અસં ગુણવૃદ્ધ (મxa) અને સંખ્યાતગુણવૃદ્ધ (vS) કહેવાય છે. ધારો કે મૂળ રકમ મ = ૧૦ લાખ છે, ૧૦૦ એ સંખ્યા છે, ૧૦000 એ અસં છે અને ૧ લાખ એ અનંત છે તો, ૧૦ લાખ : ૧ લાખ = ૧૦ એ અનંતમો ભાગ થશે, ૧૦ લાખ + ૧0000 = 100 એ અસંમો ભાગ થશે અને ૧૦ લાખ : ૧૦૦=૧૦૦૦૦ એ સંખ્યાતમો ભાગ થશે. તેથી ૯,૯૯,૯૯૦, ૯,૯૯,૯૦૦ અને ૯૯૦૦૦૦ આ રકમો ક્રમશ: અનંતભાગ, અસં ભાગ અને સંખ્યાતભાગ હાનિવાળી થશે. તેમજ ૧૦,૦૦,૦૧૦, ૧૦,૦૦,૧૦૦ અને ૧૦,૧૦૦૦૦ આ રકમો ક્રમશઃ અનંતભાગ, અસં ભાગ અને સંખ્યાતભાગ વૃદ્ધિવાળી થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org