________________
1 વિાય
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૨૭ (૪) ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામિત્વ દ્વાર સામાન્યથી ગુણિતકમશજીવો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમના સ્વામી હોય છે.
| ગુણિતકર્માશ - અમુક ચોક્કસ પ્રક્રિયાઓમાંથી પસાર થતા જીવો કર્મ દલિકોને ગુણાકારે ભેગા કરી સત્તાગત ઉત્કૃષ્ટદલિકોના સ્વામી બને છે. આવા જીવોને ગુણિતકર્માશ કહે છે. જીવ ગુણિતકર્માશ શી રીતે બને ? તે વિધિ૧. પૂર્વકોટિપૃથકત્વાધિક ૨૦૦૦ સાગરો સ્વરૂપ ત્રસકાયની જે કાયસ્થિતિ છે એટલી
ન્યૂન ૭૦ કોકો સાગરો જેટલો કાળ બાપૃથ્વીકાયના ભવોમાં રહે, અહીં પૃથ્વીકાય હોવાનું કારણ એ છે કે શેષ એક કરતાં એનું આયુ, અધિક હોવાથી જન્મ મરણ ઓછા કરવા પડે, તેથી કર્મો ઓછા ખપે, વધુ ભેગા થાય, તેમજ દીર્ઘકાળ પર્યત નિરંતર ઘણા યુગલોનું ગ્રહણ થઈ શકે. વળી પૃથ્વી અત્યંત કઠિન-બળવાન હોવાથી દુઃખ સહન કરવાની એની તાકાત વધુ હોય છે. તેથી વધુ પુદ્ગલોનો ક્ષય થતો નથી. કર્મબંધ વધુ થાય છે. ૨. બા. પૃથ્વીમાં પણ પર્યાપ્તના ભવો જ વધુ કરે, અને તે પણ શક્ય એટલા દીર્ધાયુવાળા
કરે. અપર્યાના તો કરવા જ પડે એમ હોય એટલા જ અલ્પાયુષ્ક કરે. આવું એટલા
માટે કે અપર્યાને યોગ ઓછો હોવાથી ઓછા દલિક ગ્રહણ કરે. ૩. ઉત્કૃષ્ટયોગ અને ઉત્કૃષ્ટ કષાયમાં વધુ કાળ રહે. તેથી વધુ દલિકોનું ગ્રહણ કરે
અને ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે. તેમજ ઘણા યુગલોની ઉદ્વર્તન કરે અને અલ્પ દલિકોની
અપવર્તન કરે. ૪. વળી દરેક ભવમાં આયુ બંધ જઘડ યોગે કરે, કારણ કે ઉત્કૃષ્ટયોગે બાંધે તો આયુ
તરીકે વધારે પુદ્ગલો પરિણમે જે ભવાંતરે ખપી જ જવાના હોવાથી અનુપયોગી છે. ૫. ઉપરના નિષેકોમાં શક્ય એટલા વધુ દલિકો નાખે.
આ રીતે બાપૃથ્વીમાં ઉપરોક્ત કાળ પૂર્ણ કરી ત્રસકાયમાં આવે. ૬, અહીં પણ પર્યાના દીર્ધાયુષ્ક ભવો વધુ, ઉત્કૃષ્ટ કષાય-યોગમાં વધુ રહે વગેરે જાણવું. ૭. ત્રસકાયની કાયસ્થિતિ પૂર્ણ કરવા માટે ૭મી નરકમાં વધુમાં વધુવાર જાય. (જઘ૦
આયુમાં નિરંતર તિર્યંચભવાંતરે ૩ વાર અને ઉત્કૃષ્ટઆયુમાં બે વાર જઈ શકે છે.) આ રીતે ત્રસકાયની કાયસ્થિતિ લગભગ પૂર્ણ થવા આવે ત્યારે છેલ્લે ૭મી નરકમાં જઈ શીધ્ર પર્યાપ્ત થાય તથા અનેકવાર ઉત્કૃષ્ટ યોગસ્થાનક અને ઉત્કૃષ્ટ કષાયોદયજન્ય સંક્લેશસ્થાને આવે. સ્વઆયુ.ના અંતભાગે યવમધ્યમની ઉપરના યોગસ્થાનોમાં અંતર્મુ કાળ રહી ત્રિચરમ અને દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ કષાયવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org