________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૨૫ આમાં, તે તે પ્રકૃતિઓ બંધાતી નથી અને સંક્રમે છે, તેથી ઉત્તરોત્તર સમયે સત્તાગતદલિક ઓછું ઓછું થતું જતું હોવાથી વિશેષહીન વિશેષહીન દલિકો સંક્રમે છે. યથાપ્રવૃત્ત સંક્રમ - સ્વબંધ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો યોગને અનુસાર સંક્રમ તે યથાપ્રવૃત્તસંક્રમ. પરાવર્તમાન હોવાના કારણે બંધાતી ન હોવા છતાં જો બંધયોગ્ય હોય તો આ જ સંક્રમ થાય છે. બધ્યમાનનું દલિક (યોગ વધુ હોવાના કારણે) વધુ બંધાતું હોય તો વધુ સંક્રમે છે, ઓછું બંધાતું હોય તો ઓછું..... તેમ તે વખતે અબધ્ધમાનનું સત્તાગત દલિક વધુ હોય તો વધુ સંક્રમે, ઓછું હોય તો ઓછું સંક્રમે છે. ગુણસંક્રમ અપૂર્વકરણાદિ ગુણઠાણે અશુભ અબધ્યમાન પ્રકૃતિના દલિકો પ્રતિસમય ઉત્તરોત્તર અસગુણ અસં ગુણ ગુણાકારે બધ્યમાન પ્રકૃતિઓમાં સંક્રમે છે. આને ગુણસંક્રમ કહે છે. ૪ થી ૭ ગુણઠાણે અનંતા વિસંયોજના કે દર્શનત્રિક ક્ષપણા વખતે થતા અપૂર્વકરણે પણ તે તે પ્રકૃતિનો આ સંક્રમ થાય છે. * મિથ્યાત્વ-આતપ અને નરકાયુ સિવાયની મિથ્યાત્વે જ બંધાતી ૧૩ પ્રકૃતિઓ +
અનંતા- તિર્યંચાયુ અને ઉદ્યોત સિવાયની ૧લે-રજે બંધાતી ૧૯ પ્રકૃતિઓ + અપ્રત્યા પ્રત્યા૦ ૮+ અસ્થિર, અશુભ, અયશ, અરતિ, શોક, અશાતા = ૪૬
આ ૪૬નો ૮માં ગુણથી ગુણસંક્રમ શરુ થાય છે.' * નિદ્રાદ્ધિક-ઉપઘાત-અશુભવર્ણાદિ ૯, હાસ્ય, રતિ, ભય, જુગુo - ૧૬
આ ૧૬ની ૮મે જ્યાં બંધવિચ્છેદ થાય ત્યારબાદ ગુણસંક્રમ શરુ થાય. * મિથ્યા મિશ્ર, અનંતા ૪ - ૪ થી ૭ ગુણઠાણે અપૂર્વકરણ કરે ત્યારથી. (તથા
પ્રથમસમ્યક્તની પ્રાપ્તિથી પ્રથમ અંતર્મુહૂર્તમાં મિથ્યા, મિશ્રનો ગુણસંક્રમ
ઉપલક્ષણથી જાણવો.) સર્વસંક્રમ - ઉદ્વેલનાસંક્રમમાં કહી ગયા તે પ્રમાણે. ૧. આતપ-ઉદ્યોત શુભ હોવાથી છોડી, નરકાયુ,તિર્યંચાયુઆયુનો સંક્રમનહોવાથી છોડી, મિથ્યા -
અનંતા ૪નો ક્ષાયિક પામતી વખતે ૪ થી ૭ ગુણઠાણે જ સંક્રમ થઈ ગયો હોવાથી છોડી, ઔપ૦ સમ્યકત્વીને ઉપ૦ સભ્ય પ્રાપ્તિકાળે અંતરમાં પ્રવેશ્યા બાદ અંતર્મુસુધી જ મિથ્યા મિશ્રનો ગુણસંક્રમ હોય છે, ત્યારબાદ વિધ્યાત સંક્રમ હોય છે, આગળ કહેશે કે “સંતમહત્તાહિત્રિામો'. ૮માં ગુણઠાણે પહોંચતા પૂર્વે આ અંતર્મ પૂર્ણ થઈ જાય છે. ૨. ગુણસંક્રમ પૂર્ણ થયા બાદ પણ, ગુણસંક્રમ પૂર્વે જે દલિક સત્તાગત હતું તેનો બહુભાગદલિક
સત્તામાં રહે છે. જ્યારે સર્વસંક્રમ થયા પછી માત્ર ઉદયાવલિકાગત દલિક શેષ રહે છે જે સ્તિબુકસંક્રમથી ભોગવાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org