________________
શ્રી અર્જુ નમઃ
૬ ઉર્તના-અપવર્તના કરણ
(૩-૪)
ઉર્જાના અને અપવત્તના સ્થિતિ અને રસની હોય છે. એમાં સૌ પ્રથમ સ્થિતિની ઉર્જાના... આના બે પ્રકાર છે.
જ્યારે સત્તાગત સ્થિતિની તુલ્ય કે હીન સ્થિતિ બંધાતી હોય ત્યારે નિર્વ્યાઘાતે ઉર્તના કહેવાય છે. અને એના કરતાં અધિક સ્થિતિ બંધાતી હોય ત્યારે વ્યાઘાતે ઉર્તના કહેવાય છે.
નિર્વ્યાધાતે ઉર્તના -
તે તે કર્મદલિકો, ઉર્જાના વગેરેનો વિષય બનવા દ્વારા પણ આત્મા પર વધુમાં વધુ જેટલો કાળ રહી શકે એ કાળને કર્મનો સ્થિતિકાળ કહે છે. અનાદિ મિથ્યાદૃષ્ટિઓને આયુષ્ય સિવાય શેષ સાતે'ય કર્મોનો આ સ્થિતિકાળ ૭૦ કોકો સાગરો હોય છે. તે તે પ્રત્યેક સમયે રચાતા નિષેકોની પંક્તિ કર્મલતા કહેવાય છે. અનાદિ મિથ્યાત્વીને આ કર્મલતાઓ, ઉત્તનાદ્વારા પણ ઉત્તરોત્તર લંબાતા લંબાતા, બંધસમયથી પ્રારંભી ૭૦ કોકો૦ સાગરો કાળે ઉદય પામનાર નિષેક સુધી લંબાય છે, એથી આગળ નહીં. ૭૦ કોકો૦ સાગરોના ચરમ સમયે તો, તે વિક્ષિત સમયે બંધાયેલું અને અત્યાર સુધી અનિર્ણ રહેલું જે કોઈ દલિક હોય તે બધું જ (પછી ભલેને સંક્રમ દ્વારા તેને અન્યપ્રકૃતિરૂપે બન્યાને હજુ ઘણો કાળ થયો ન પણ હોય, તો પણ) નિર્જરી જાય છે, હવે એ આત્મા પર ચોંટી રહી શકતું નથી. એટલે કે તે વિક્ષિત સમયે બંધાયેલ કર્મલતાનો આ છેડો હોય છે. હવે, ઉર્જાના માટે નિયમ છે કે બધ્યમાન સ્થિતિઓમાં જ ઉર્જાના (= ઉર્તિત થતાં દલિકોનો નિક્ષેપ) થાય છે. વિવક્ષિત સમયે અબાધાગત સ્થિતિઓ બંધાતી નથી. તેથી એમાં નિક્ષેપ થઇ શકતો નથી. માટે અબાધાની ઉપરની સ્થિતિઓમાં જ નિક્ષેપ થઈ શકે છે. એટલે જે કર્મલતાઓ અબાધા સુધી જ લંબાયેલી છે, (અબાધા જેટલા કાળમાં ૭૦ કોકો૦ સાગરોની કર્મસ્થિતિ પૂરી થઈ જનાર હોવાથી) આગળ લંબાઈ શકે એમ છે નહીં, તે કર્મલતાઓના ઉદયાવલિકાની બહાર રહેલા નિષેકોમાંથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org