________________
૧૪૨
ઉદ્વર્તના-અપવર્તનાકરણ
વ્યાઘાતે ઉદ્વર્તના -
વ્યાઘાત એટલે વિપ્ન. સત્તાગત સ્થિતિ કરતાં અધિક સ્થિતિબંધ એ વિઘ્ન છે. એ વખતે જઘ૦ અતિસ્થાપના અને જા નિક્ષેપ આવલિકા/a હોય છે. તેથી એકબે વગેરે સમય જેટલો જ અધિક સ્થિતિબંધ થતો હોય તો સત્તાગત ચરમનિષેકઢિચરમનિષેક વગેરેમાંથી ઉદ્વર્તન થતી નથી. પણ જો નવો સ્થિતિબંધ આવલિકાના બે અસંખ્યાત ભાગ જેટલો અધિક થાય છે તો એ વખતે એમાંનો એક અસંમો ભાગ જઘ, અતિસ્થાપના તરીકે છૂટી બીજા અસં૦મા ભાગમાં જઘરા નિક્ષેપ થાય છે. આના કરતાં પણ ૧ સમય અધિક બંધ હોય તો નિક્ષેપ તો એટલો જ રહે છે, પણ અતિસ્થાપના ૧ સમય વધે છે. આમ અધિક અધિક બંધમાં અતિસ્થાપના વધતી જાય છે યાવત્ ૧ આવલિકા જેટલી થાય છે. ત્યાર પછી અતિસ્થાપના એટલી જ રહે છે અને નિક્ષેપ વધતો જાય છે. - કર્મદલિકોની લતા ભવિષ્યમાં ઉદ્વર્તનાથી લંબાતા લંબાતા પણ ૭0000 મા સમય સુધી
લંબાઈ શકશે. પણ ૭૦૦૦૧મા સમયમાં કે તેનાથી આગળ આમાંનું કોઈ દલિક ક્યારેય પણ ઉદ્વર્તના દ્વારા પણ પડી શકશે નહીં. કારણ કે કોઈ પણ દલિક ક્યારેય પણ આત્મા પર ૭૦ કોકોસા થી અધિક કાળ માટે રહી શકતું નથી. માટે આપણે અહીં 90000 નિષેકોની જ કલ્પના કરી છે. હવે બીજા સમયે જે નામકર્મના દલિકો બંધાશે, તેના ૭0000 નિષેકો 90001મા સમયે પૂર્ણ થશે. બંધસમયે એ ૨૦૨ થી ૨૦૦૦૧મા નિકોમાં ગોઠવાયેલું છે. ત્રીજા સમયે જે બંધાશે તેના નિષેકો ૭૦૦૨મા સમયે પૂર્ણ થશે. આ જ રીતે ઉત્તરોત્તર જાણવું. ૨૦૩મા વગેરે સમયે ઉદયમાં આવી શકે એવા દલિકો પ્રથમ સમયબદ્ધ પણ છે. દ્વિતીયસમયબદ્ધ પણ છે તૃતીયસમયબદ્ધપણ છે. તેમ છતાં, તે તે કર્મલતા ક્યાં સુધી ઉદ્વર્તી શકે એના અધિકારમાં આ જુદા-જુદા સમયબદ્ધ દલિકોને ભેગા કરી એક નિષેક ન માની લેવો, કિન્તુ દરેકના જુદા જુદા નિષેક માનવા. પ્રથમ સમયબદ્ધ નિષેકોની પંક્તિ એ પ્રથમકર્મલતા. દ્વિતીય સમયબદ્ધ નિષેકોની પંક્તિ એ દ્વિતીય કર્મલતા..... એમ ઉત્તરોત્તર જાણવું...... ૭0000મા સમયે આવી પ્રથમથી માંડીને તે સમય સુધી બંધાયેલી ૭0000 કર્મલતાઓ સત્તામાં હશે. ૭૦૦૦૧માં સમયે દ્વિતીયથી માંડીને તે સમય સુધીની ૭૦૦૦૦, ૭૦૦૦૨ મા સમયે તૃતીયથી માંડીને તે સમય સુધીની ૭૦૦૦૦ કર્મલતાઓ સત્તામાં હોય છે. સંસાર અનાદિ હોવાથી કોઈ પ્રથમ સમય જેવું છે નહીં. તેથી સામાન્યથી અનાદિ મિથ્યાત્વીજીવોને તે તે વર્તમાન સમયે બદ્ધ ૧ + અતીતના ૬૯૯૯૯ સમયોની ૬૯૯૯૯ એમ કુલ ૭૦૦૦૦ ( = ૭૦ કોકો સાગરો ના સમયપ્રમાણ) લતાઓ સત્તામાં હોય શકે છે. એનાથી પૂર્વસમયોની હોય નહીં. એમાંથી ૬૯૯૯૯ સમયપૂર્વની કર્મલતાનો અંત વર્તમાન સમય છે. ૬૯૯૯૮ સમયપૂર્વની કર્મલતાનો છેડો આવતો સમય છે એમ આગળ આગળ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org