________________
૧૩૪
સંક્રમકરણ
પછી ક્ષપક થાય એમ ન લેવું. કેમકે છઠ્ઠી સુધી આ બધી
પ્રકૃતિઓ બંધાતી હોવાથી પુષ્ટ થવાનો સંભવ છે.' * અશુભવર્ણાદિ ૯, ૧૦... અરતિ આદિ મુજબ.. યથાપ્રવૃત્તસંક્રમથી જઘ૦
ઉપઘાત - પ્રદેશસંક્રમ મળે.” * મધ્યમ ૮ કષાય - દેશોન પૂર્વક્રોડ સંયમ પાળી ક્ષપક થનાર ક્ષપિતકર્માશને ૭માના ચરમસમયે વિધ્યાતસંક્રમથી. * સભ્ય મિશ્ર - સભ્ય પામી સંભવિત જઘઅંતર્મ માટે મિથ્યાત્વે આ બેમાં ગુણસંક્રમ વડે સંક્રમાવે. પછી સાધિક ૧૩૨ સાગરો સુધી સમ્યક પાળી મિથ્યાત્વે જાય. ત્યાં આ બેની ઉલના કરતાં કરતાં P/ a પસાર થવા આવે ત્યારે દ્વિચરમખંડના ચરમસમયે જઘ૦ પ્રદેશસંક્રમ કરે. એ પછી ચરમખંડની ઉદ્દેલના વખતે પ્રથમ સમયથી પરપ્રકૃતિમાં અસં ગુણ દલિક સંક્રમાવે છે. તેથી જઘ ન મળે. * અનંતા ૪-૪ વાર ઉપશમશ્રેણિ. પછી મિથ્યાત્વે અલ્પકાળ માટે અનંતાબાંધે - પછી સમ્ય પામી સાધિક ૧૩૨ સાગરો૦ ટકાવે. પછી અનંતાનુબંધી વિસંયોજના કરતાં કરતાં એ વિસંયોજનાના યથાપ્રવૃત્તકરણના ચરમસમયે વિધ્યાત-સંક્રમથી. * આહારક ૭ - ૭મે અલ્પકાળ માટે બાંધીને ૪થે આવે, પછી દીર્ઘ P / a કાળ માટે
૧. જો કે પંચસંગ્રહની મુળટીકામાં ૮ કષાયની જેમ આ પ્રવૃતિઓ માટે તેમજ આગળની
અશુભવર્ણાદિ ૧૦ પ્રકૃતિઓ માટે પણ દેશના પૂર્વક્રોડ સંયમપાલન પછી ક્ષપક થવાનું કહ્યું છે. એ ઉચિત પણ જણાય છે કારણકે બંધથી જેટલી પુષ્ટ થશે એના કરતાં ગુણશ્રેણિથી વધારે ક્ષીણ થવાની શક્યતા છે. વસ્તુતઃ ક્ષપિતકર્માસની પ્રક્રિયામાં ૮વાર સંયમ છે. એ બધાનો ભેગો ઉકાળ જેટલો સંભવતો હોય લગભગ એ બધો પૂર્વે આવી ગયો હોય તો અહીં શીઘ્રક્ષપક લેવો, ન આવ્યો હોય તો દેશોનપૂર્વકોડસંયમપાલન બાદ ક્ષપક લેવાનો
એમ જણાય છે. તત્ત્વ કેવલિગમ્યમ્. ૨. મૂળગાથામાં આ ૧૦ + પૂર્વની અશાતા વગેરેનું એક સાથે નિરૂપણ છે. એમાંથી ચૂર્ણિકારે અશાતા વગેરેને નજરમાં રાખીને સામાન્યથી જ વિધ્યાતસંક્રમનો ઉલ્લેખ કર્યો છે. ટીકાકારોએ અશુભવર્ણાદિને નજરમાં રાખીને સામાન્યથી જ યથાપ્રવૃત્ત સંક્રમનો ઉલ્લેખ કર્યો છે. એમાંથી
આ પ્રમાણે વિવેક કરવો કે અશાતા વગેરે ૬નો વિધ્યાત અને અશુભવર્ણાદિ ૯ નો યથાપ્રવૃત્ત. ૩. ૪ વાર ઉપશમશ્રેણિ એટલા માટે કે સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમ વડે જીવ શેષ ચારિત્રમોહનીયના ઘણા પુદ્ગલોનો નાશ કરે તેથી જ્યારે અનંતાબાંધે ત્યારે એમાં ઓછા દલિકો સંક્રમવાથી એ એટલા પુષ્ટ ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org