________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
એને પુષ્ટ કરે. પછી મિથ્યાત્વે જઈ પ્રથમ સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે ઉત્કૃષ્ટપ્રદેશ સંક્રમ કરે.
૧૨૯
* અનંતા ૪- ગુણિતકર્માંશ ૭મી નરકમાંથી તિર્યંચમાં આવી અંતર્મુહૂર્તો ક્ષાયોપ૦ સભ્ય૰ પામી અનંતા૦ ૪ની વિસંયોજના કરે ત્યારે ચરમસમયે સર્વસંક્રમ વડે. * નપુ॰ વેદ - ગુણિત કર્માંશ તિર્યંચનો ભવ કરી ઈશાન દેવલોકમાં જાય. ત્યાં સંક્લિષ્ટભાવે એકે પ્રાયોગ્ય બાંધતા નપુવેદ વારંવાર બાંધે. ત્યાંથી ચ્યવી સ્ત્રી કે પુરુષ થઈ શીઘ્ર ક્ષપક બને. ત્યારે નપુ॰વેદના ચરમ પ્રક્ષેપે સર્વસંક્રમ વડે.૨
૧. નરકમાં જેટલા દીર્ઘકાળ માટે મિથ્યાત્વે રહે અટેલું મિથ્યાત્વ વધુ પુષ્ટ થવાથી પછી સમ્યક્ત્વકાળે મિથ્યાત્વ વધુ સંક્રમવાના કારણે સમ્ય૦ મોહનીય પણ વધુ પુષ્ટ થાય. તેથી ૭મી નારકીનાં પ્રારંભકાળમાં સમ્યક્ત્વોત્પત્તિ કહી નથી. ચરમ અંતર્મુ૰માં અવશ્ય મિથ્યાત્વ હોય. તેથી દ્વિચરમ અંતર્મુ॰ કહ્યું. ક્ષાયોપ॰ સમ્યક્ત્વ પામે તો ગુણસંક્રમથી મિથ્યાત્વન સંક્રમે કિન્તુ વિધ્યાતસંક્રમથી સંક્રમે, તેથી સમ્ય॰ એટલું પુષ્ટ ન થાય.તેથી અહીં ક્ષાયોપ૦ સભ્ય॰ ન કહેતાં ઔપ૦ કહ્યું. એમાં જેટલો દીર્ધકાળ ગુણસંક્રમ ચાલે એટલું સમ્ય૦ મોહનીય વધુ પુષ્ટ થાય.
જો કે સમ્ય૦ મોહનીય બધ્યમાન ન હોવાથી એનો યથાપ્રવૃત્તસંક્રમ શી રીતે મળે ? એ પ્રશ્ન ઊભો થાય, પણ તથાસ્વભાવે જ મિથ્યાત્વના પ્રથમ અંતર્મુમાં એનો યથાપ્રવૃત્ત સંક્રમ થાય છે, ત્યારબાદ ઉલના સંક્રમ... અથવા... મિથ્યાત્વ ગુણસ્થાને મિથ્યાત્વ તો બધ્યમાન છે જ, અને છેવટે તો સમ્ય૦ મોહનીય પણ મિથ્યાત્વના જ હીનરસવાળા દલિકો છે ને ! યથાપ્રવૃત્ત સંક્રમનું આ કારણ હોય શકે.
૨. જ્યાં ત્રણે વેદ બંધપ્રાયોગ્ય હોય ત્યાં પુવેદ અલ્પકાળ માટે બંધાય છે, સ્ત્રીવેદ તેના કરતાં સંખ્યાતગુણકાળ માટે અને નપુ॰વેદ તેના કરતાં પણ સંખ્યાતગુણકાળ માટે બંધાય છે. સંખ્યાતવર્ષાયુ મનુતિર્યંચો પણ નપું॰વેદ બાંધે છે, છતાં તેઓનું આયુ॰ નાનું હોવાથી તે ન લેતાં ઈશાનદેવો લીધા છે. (જેથી બંધકાળ વધુ મળે). નારકને દીર્ઘાયુ હોવા છતાં તે બધો કાળ નપુંજ્વેદ ભોગવાતું પણ હોવાથી તે લીધા નથી. યુગલિક તિર્યંચ-મનુષ્યો નપું॰વેદ બાંધતા જ નથી. તેથી તેઓ સ્વાયુના સંખ્યાતબહુભાગ કાળમાટે સ્ત્રીવેદ બાંધે છે. તેથી સ્ત્રીવેદ માટે વચ્ચે યુગલિકભવ લીધો છે.
ઈશાનદેવમાંથી આવીને પણ સ્ત્રી કે પુરુષ તરીકે મનુ॰ થાય એમ એટલા માટે કહ્યું કે એ બન્ને શ્રેણિમાં નપુંવૃંદ પહેલા ખપાવતાં હોવાથી એનો ગુણસંક્રમ દીર્ઘકાળ સુધી કરવો ન પડે. તેથી ચરમ સમયે સર્વસંક્રમમાં વધુ દલિકો સંક્રમે. જો નવુંવેદે શ્રેણિ માંડે તો સ્ત્રીવેદના ક્ષપણાકાળે નપું॰વેદ-સ્ત્રીવેદનો સમકાળે ક્ષય કરતો હોવાથી ગુણસંક્રમ દીર્ઘકાળ સુધી ચાલે-તેથી સર્વસંક્રમ વડે ઓછા દલિકો સંક્રમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org