________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
અસં૰ગુણવૃદ્ધિવાળા સ્થાનો અસં॰ગુણ અનંતગુણવૃદ્ધિવાળા સ્થાનો અસંગુણ
જીવસમુદાહાર
અનુભાગના બંધસ્થાનોના બંધક ત્રસ-સ્થાવર જીવો વિશે ૮ દ્વાર
(૧) સ્થાનોમાં જીવોનું પ્રમાણ– સ્વપ્રાયોગ્ય એક એક સ્થાનમાં ત્રસજીવો જો હોય તો એક હોય શકે, બે હોય શકે. એમ યાવત્ આવલિકાના અસંભાગના સમયપ્રમાણ અસંખ્ય હોય શકે. પણ એનાથી વધુ હોય નહીં. સ્થાવરજીવો સ્વપ્રાયોગ્ય દરેક સ્થાનોમાં અનંતા અનંતા હોય છે.
૪૭
(૨) અંતર– ત્રસપ્રાયોગ્ય સ્થાનો અસંશ્લોક પ્રમાણ છે જ્યારે ત્રસજીવો માત્ર પ્રતરના અસંભાભાગ પ્રમાણ છે. એટલે બધા સ્થાનોમાં કો'ક ને કો'ક ત્રસ જીવ કે જીવો રહ્યા જ હોય એવું ક્યારેય બનતું નથી. વચ્ચે વચ્ચે શૂન્યસ્થાનો હોય છે. આવા શૂન્યસ્થાનોની સંખ્યા એ અંતર છે. એ જઘ૦થી ૧ અને ઉત્કૃથી અસંશ્લોકપ્રમાણ હોય છે. (એટલે કે વિવક્ષિત સ્થાનમાં કો'ક ત્રસજીવ છે. ત્યાર પછીના અસંશ્લોક જેટલા સ્થાનો એવા છે જેમાં વર્તમાન સમયે એકેય ત્રસજીવ નથી. પછીના સ્થાનમાં પાછા ત્રસજીવ છે.) સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો પણ અસંલોકપ્રમાણ છે, પણ સ્થાવર
જેટલા કુલ સ્થાનો પસાર થઈ ગયા છે એમાંથી K અને (K+1) સ્થાનો અનંત - અસં૦ ભાગવૃદ્ધિમાં ગણાઇ ગયા છે. એટલા બાદ કર્યા પછી જે સંખ્યા રહેશે એ પ્રથમ સ્થાનની અપેક્ષાએ સંખ્યાતભાગવૃદ્ધિના સ્થાનોની થશે, જે અસંભાગવૃદ્ધ તરીકે જે K2 + K સ્થાનો મળ્યા છે તેના કરતાં સંખ્યાતગુણ હોવી સ્પષ્ટ છે.
આ, પ્રથમસ્થાનાપેક્ષયા સંખ્યાતગુણ હોય એવો જે પ્રથમ બગડો (ધારોકે ૨S) આવ્યો, ત્યારબાદના, આવો બીજો ૨S આવે ત્યાં સુધીના બધા શૂન્ય, એકડા અને બગડા જે આવશે તે બધા પ્રથમસ્થાનાપેક્ષયા સંખ્યાતગુણ થશે. આવા ઉત્કૃષ્ટ સંખ્યાથી કંઈક ઓછા એવા સંખ્યાતવાર ૨Sસંજ્ઞાવાળા બગડા પસાર થયા પછી જે સ્થાનો આવશે તે પ્રથમસ્થાનાપેક્ષયા અસં॰ગુણવૃદ્ધ હશે. ત્યારબાદના ૦,૧,૨ના સ્થાનો અસં॰ગુણવૃદ્ધ થઈ જશે. માટે સંખ્યાતગુણવૃદ્ધ સ્થાનો પણ સંખ્યાતગુણ થશે. અનંતગુણવૃદ્ધિનું એકસ્થાન(૫) આવ્યા પછી જે કોઈ ૦, ૧, ૨, ૩, કે ૪ આવશે તે બધા પ્રથમાપેક્ષયા અનંતગુણવૃદ્ધિવાળા હશે અને તે પૂર્વના અસંગુણવૃદ્ધિવાળા. માટે આ બન્ને પણ ઉત્તરોત્તર અસં૰ગુણઅસં॰ગુણ મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org