________________
પ૨
બંધનકરણ
પ્રથમવર્ગ-ઉપઘાતાદિ અપરા૦ અશુભ પપ
જઘ૦ સ્થિતિબંધસ્થાનમાં જેટલા અધ્યસ્થાનો હોય છે એના કંડકપ્રમાણ ખંડોવિભાગ હોય છે. અહીં કંડકઃઅદ્ધાપલ્યોનો અસંમો ભાગ.) આ દરેક ખંડોમાં અસંશ્લોક જેટલા અધ્યવસાયો હોય છે પણ પ્રથમખંડ કરતાં બીજામાં વિશેષાધિક, બીજા કરતાં ત્રીજામાં છે, એમ ઉત્તરોત્તર જાણવું. (જેમકે અસત્કલ્પનાએ કંડક=૪. તેથી જ સ્થિતિસ્થાનમાંના અધ્યસ્થાનોના ૪ ખંડો છે. પ્રથમમાં ૧ થી ૧૦ અધ્યસ્થાન, બીજામાં ૧૧ થી ૨૧, ત્રીજામાં ૨૨ થી ૩૩, ચોથામાં ૩૪ થી ૪૬ અધ્યસ્થાનો છે.) પ્રથમ ખંડના છેલ્લા સ્થાન કરતાં બીજા ખંડનું પ્રથમ સ્થાન અનંતગુણવૃદ્ધિવાળું હોય છે. એમ બીજાના છેલ્લા કરતાં ત્રીજાનું પ્રથમ અનંતગુણ હોય છે. આમ સર્વત્ર જાણવું. જઘ સ્થિતિસ્થાનમાં આ જે કંડકપ્રમાણ ખંડો છે એમાંથી સમયાધિક સ્થિતિસ્થાનમાં પ્રથમખંડ સિવાયના બધા ખંડો ખેંચાયેલા હોય છે. આને તદેકદેશ કહે છે. વળી આ બીજા સ્થિતિસ્થાનમાં, જઘ૦ સ્થિતિસ્થાનનો જે ચરમખંડ હતો એના પછીનો-એના કરતાં વિશેષાધિક અધ્યોવાળો એક નવો ખંડ ઉમેરાય છે. આને અન્ય કહે છે. એટલે બીજા સ્થિતિસ્થાનના ખંડોની સંખ્યા કંડકપણે જળવાઈ રહે છે. આ નવો ખંડ છૂટી ગટેલા પ્રથમ ખંડ કરતાં કંઈક અધિક અધ્યસ્થાનવાળો હોવાથી બીજા સ્થિતિસ્થાનના કુલ અધ્યસ્થાનો પણ પ્રથમ સ્થિતિસ્થાનના કુલ અવ્યવસ્થાનો કરતાં વિશેષાધિક થાય છે. આ રીતે ઉત્તરોત્તર સ્થિતિસ્થાનોમાં નીચે નીચેથી એક એક ખંડ કાઢતા જવું અને ઉપર ઉપર એક એક ખંડ ઉમેરતાં જવું. આ રીતે પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિમાન સુધી સમજવું.
પ્રથમ સ્થાનમાં કંડકપ્રમાણ ખંડો છે અને ઉત્તરોત્તર એક એક ખંડ છૂટતો જાય છે. એટલે જાણી શકાય છે કે કંડક= Pla સ્થાનો ગયા પછી જે સ્થાન આવશે એમાં પ્રથમ સ્થાનભાવી એકેય ખંડ કે અધ્ય. હશે નહીં. તેથી કંડકપ્રમાણ સ્થાનોમાં જઘ૦ સ્થિતિસ્થાનના અધ્ય૦ ખેંચાયા, પછી ખેંચાતા નથી. આ કંડકને નિવર્તનકંડક કહે છે. એના ચરમસ્થાનમાં જઘસ્થાનની અનુકૃષ્ટિ પૂર્ણ થઈ કહેવાય.
જઘ સ્થિતિસ્થાનની ઉપરનું જે બીજું સ્થિતિસ્થાન છે તેમાં આવેલો એક નવો ખંડ, કંડકપ્રમાણ સ્થિતિસ્થાનો પછીના સ્થિતિસ્થાન સુધી ખેંચાયો હોય છે, પણ ત્યારબાદ નહીં. તેથી એની અનુકૃષ્ટિ કંડકની ઉપરના સ્થાનમાં પૂર્ણ થઈ કહેવાય. આમ સર્વત્ર જાણવું. ૧. તપૂર્વસ્થિતિસ્થાનભાવી અધ્યસ્થાનો. એનો, અપ્રથમખંડમાં રહેલ અધ્યસ્થાનોરૂપી
એક દેશ ઉત્તરસ્થિતિસ્થાનમાં ખેંચાયો. વળી એક ખંડ નવો= અન્ય ઉમેરાયો. તેથી આને તદેકદેશાન્ય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org