________________
સંક્રમકરણ
મૈં સંક્રમોત્કૃષ્ટા...જેની બંધપ્રાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં સંક્રમપ્રાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિ વધુ હોય તેવી પ્રકૃતિઓ.
૧૦૮
શાતા, સમ્ય॰, મિશ્ર, ૯ નોકષાય, ઉચ્ચગોત્ર, દેવદ્ધિક, મનુ॰દ્વિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, આહા૦ ૭, જિન, સ્થિર ષટ્ક, પ્રથમ પાંચ સંઘ-સંસ્થાન, શુભખતિ, આ ૪૮ ચૂર્ણિકારના મતે સંક્રમોત્કૃષ્ટા છે. વૃત્તિકારના મતે આ ૪૮ + ૧૧ શુભ વર્ણાદિ + નીલ + કટુક એમ ૬૧ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટા છે.
બંધોત્કૃષ્ટાના વળી બે ભેદ છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધકાળે વિપાકોદય પણ હોય તો ઉદયબંધોત્કૃષ્ટા કહેવાય અને ન હોય તો અનુદયબંધોત્કૃષ્ટા કહેવાય. નરકઢિક, તિ॰દ્વિક, એકે, ઔદા૦૭, છેવ, સ્થાવર, આતપ, ૫ નિદ્રા આ ૨૦ અનુદયબંધોત્કૃષ્ટા છે. આ ૨૦ તેમજ ૪ આયુ સિવાયની શેષ ૮૬ (અથવા ૭૩) ઉદયબંધોત્કૃષ્ટા છે. નરકદ્ધિકનો ઉ૰સ્થિતિબંધ પંચે॰ તિ॰ કે મનુ॰ કરે છે અને ત્યારે એનો વિપાકોદય હોતો નથી એ સ્પષ્ટ છે. આ રીતે શેષ માટે યથાયોગ્ય જાણવું.
સંક્રમોત્કૃષ્ટામાં મિશ્ર॰, દેવદ્વિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, મનુ॰ આનુ॰, આહા૦૭ અને જિનનામકર્મ આ ૧૮ અનુદયસંક્રમોત્કૃષ્ટા છે. શેષ ૩૦ ઉદયસંક્રમોત્કૃષ્ટા છે. બંધોત્કૃષ્ટાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી બંધાવલિકા વીત્યા બાદ સંક્રમ થાય. વળી એ વખતે પણ ઉદયાવલિકા ઉપરની સંક્રમે છે. તેથી બે આવલિકાન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ સંક્રમે છે. અને ત્યારે,
૧
૧. ધારોકે ૧લા સમયે અશાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦૦૦ સમય બાંધી, ૪ સમયની આવલિકા છે. તો ૧ થી ૪ સમય (બંધાવલિકા) વીત્યાબાદ પાંચમા સમયે સંક્રમ થશે. વળી એ વખતે ૫ થી ૮ એ ઉદયાવલિકા હોવાથી એમાંથી પણ દલિક સંક્રમતું નથી. તેથી કુલ બે આવલિકા (૮ સમય) ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ = ૯૯૨ સમયની સ્થિતિ શાતામાં સંક્રમશે. વળી એ વખતે (૫ મા સમયે) ૫ થી ૮ સમયમાં પણ શાતાના જૂના નિષેકો તો છે જ. તેથી શાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫ થી ૧૦૦૦મા સમય = ૯૯૬ સમય આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટ સ્થિતિ થશે. વળી આ ૫ મા સમયે શાતામાં સંક્રમથી આવેલા દલિકો માટે પ થી ૮ સમય સંક્રમાવલિકા છે. તેથી આ સમયોમાં એ પુનઃ અશાતામાં નહીં સંક્રમે. ૯ મા સમયે સંક્રમી શકશે. પણ એ વખતે ૯ થી ૧૨ સમયો ઉદયાવલિકા બન્યા હોવાથી ૧૩મા સમયથી ૧૦૦૦ સમય સુધીના નિષેકોમાંથી સંક્રમ થશે. તેથી શાતાનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ૯૮૮ સમય ૩ આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલો થશે. વળી એ વખતે પણ શાતાના ૯ થી ૧૨ નિષેકો વિદ્યમાન તો છે જ. તેથી એની યસ્થિતિ ૯૯૨ સમય બે આવલિકા ન્યૂન બંધોત્કૃષ્ટની ઉત્કૃષ્ટ સ્થિતિ મળશે.
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org