________________
૧ ૨૧
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ ઉદ્દેલના સંક્રમ - ઉદ્વેલના એટલે ઉખેડવું... સત્તામાંથી નિર્મૂળ કરવું. આ
નિર્મળન માટે નીચેની પ્રક્રિયા થાય છે. સત્તામાં રહેલ ચરમસ્થિતિથી માંડીને નીચેના ચરમસ્થિતિ– P / a સુધીના નિષકોનો જે P / a જેટલો ખંડ, એ ખંડને સૌ પ્રથમ ઉકેરે છે. આ ખંડના પ્રત્યેક નિષેકમાંથી, તે તે નિષેકમાં રહેલ કુલ દલિકોના અસં૦મા ભાગ જેટલા દલિક ગ્રહણ કરી, સ્વસ્થાનમાં તે ખંડ સિવાયની નીચેની સ્થિતિઓમાં, એ ગૃહીત દલિકોના અસં બહુભાગ દલિકો નાંખે છે અને અન્ય પ્રકૃતિમાં અસંભો ભાગ નાંખે છે. બીજા સમયે તે જ નિષેકોમાંથી અસંગુણ (ગુણક = સૂ૦ ક્ષેત્ર પલ્યોનો અસંમો ભાગ) દલિકો ગ્રહણ કરી સ્વસ્થાનમાં અસં બહુભાગ (પ્રથમ સમયે સ્વસ્થાનમાં નાંખેલ દલિક કરતાં અસં ગુણ) અને પરપ્રકૃતિમાં અસંમો ભાગ (પ્રથમ સમયે પરપ્રકૃતિમાં જેટલા નાંખેલા એના કરતાં વિશેષહીન) નાંખે છે. આમ ઉત્તરોત્તર સમયે અસં ગુણ અસગુણ દલિકો ગ્રહણ કરી સ્વસ્થાનમાં નીચે અસગુણ-અસગુણ અને પરપ્રકૃતિમાં વિશેષહીન-વિશેષહીન નાંખતા નાંખતા અંતર્મુ કાલમાં ઉપલા એ ખંડને સર્વથા ખાલી કરી નાંખે છે. એટલે કે તે પ્રકૃતિની સત્તાગત સ્થિતિ હવે P / a જેટલી ઓછી થઈ ગઈ.
એ પછી P / a જેટલા નિષેકોના બીજાખંડને (આ બીજો ખંડ પણ P / aનો, છતાં પ્રથમ ખંડ કરતાં વિશેષહીન નિષેકો જાણવા. એમ વિશેષહીન-વિશેષહીન નિષેકો ઠેઠ દ્વિચરમખંડ સુધી જાણવા.) આ જ રીતે ઉત્તરોત્તર સમયે અસં ગુણ અસગુણ દલિકો લઈ સ્વસ્થાનમાં તે તે ખંડની નીચેની સ્થિતિઓમાં અસંખ્યગુણ અસંખ્યગુણ અને પરપ્રકૃતિમાં વિશેષહીન વિશેષહીન દલિકો નાંખી અંતર્મુ-કાળમાં સંપૂર્ણતયા ખાલી કરે છે. આ પ્રમાણે અંતર્મ અંતર્મકાલે નીચે નીચેના ખંડો ખાલી કરતાં કરતાં સંપૂર્ણસ્થિતિને સામાન્યથી PI a જેટલા કાળમાં (કે અંતર્મુ કાળમાં) ખાલી કરે છે.
અહીં પ્રથમખંડના નિષેકોની અપેક્ષાએ બીજા ખંડના નિષેકોની સંખ્યા વિશેષહીન, બીજાની અપેક્ષાએ ત્રીજાની વિશેષહીન... એમ ઉત્તરોત્તર દ્વિચરમખંડ સુધી જવું. આ અનંતરોપનિધા થઈ. પણ પ્રથમખંડની અપેક્ષાએ, નજીકના કેટલાક ખંડો અસંહભાગહીન હોય છે, ત્યારપછીના કેટલાક ખંડો સંખ્યાતભાગહીન, ત્યારબાદના કેટલાક સંખ્યાતગુણહીન અને ત્યારબાદના કેટલાક ખંડો અસંહગુણહીન હોય છે. આ પરંપરોપનિધા થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org