________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૧૫ (૫) સાદ્યાદિ પ્રરૂપણા
મૂળ પ્રકૃતિમાં– મોહ સિવાય ૭ નો અજઘન્ય સાદિ સિવાય ૩, કારણકે તેઓનો જળ સ્થિતિસંક્રમ ક્ષેપકને હોય છે. પછી પુનઃ અજઘ૦ સંક્રમ થતો નથી. તેથી સાદિ મળે નહીં. શેષ ૩ (જઘ૦, ઉત્કૃ.અનુ.)ના માત્ર સાદિ-સાન્ત એમ બબે જ ભાંગા છે. તેથી, કુલ ભાંગા = ૭૪૩ + ૭૪૩૪૨ = ૬૩ ૧. સ્થિતિસંક્રમ વગેરે દરેકના ૪-૪ પ્રકાર પડે- જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ. આમાં
અજઘન્ય એટલે જઘન્યભિન... એટલે ઉત્કૃષ્ટનો પણ અજઘ૦ માં સમાવેશ થઈ જાય. આ પ્રમાણે અનુત્કૃષ્ટમાં માં જઘ૦ નો પણ સમાવેશ જાણવો. આ જઘન્ય વગેરે ચારેયની સાદિ-સાન્ત-અનાદિ અને અનંત એમ ચારમાંથી જે જે પ્રકાર સંભવિત હોય એની સાદાદિપ્રરૂપણામાં વિચારણા કરવાની હોય છે. જઘ૦ અને ઉત્કૃ૦ સામાન્યથી સર્વત્ર કાદાચિત્ક હોવાથી સાદિ અને સાન્ત એ બે જ પ્રકારે મળતા હોય છે. સામાન્યથી, જેનું જઘ૦ અભવ્યાદિને પ્રાપ્ત હોય છે, એનું જઘ૦ સંસારકાળ દરમ્યાન જીવોને આંતર-આતરે પ્રાપ્ત થયા જ કરે છે. તેથી આનું અજ. પણ સાદિ સાત્ત જ મળે છે. જેનું જઘ સમ્યકત્વાદિની પ્રાપ્તિને અનુસરીને હોય એનું અજઘન્ય તે સમ્યક્ત્વાદિને નહીં પામેલા અનાદિમિથ્યાત્વી વગેરે જીવોને અનાદિ પ્રકારે મળે છે. આવા અજઘ૦નો સાદિ ભાંગો તો જ મળી શકે છે જો નીચેની બે માંથી એકની પણ સંભાવના હોય - (૧) જઘ૦ થયા પછી પણ એ ચીજની પુનઃસંભાવના હોય. જેમકે અનંતા વિસંયોજક જીવ વિસંયોજના વખતે ચરમસ્થિતિસંક્રમ જે કરે છે એ જઘ૦ હોય છે. પણ ત્યારબાદ પણ એ જીવ પુનઃ મિથ્યાત્વે જઈ અનંતા બાંધે છે અને પછી સંક્રમાવે છે. આ જે પુનઃસંક્રમ થાય છે એ જઘરા નથી હોતો- અજઘરા હોય છે. તેથી અજઘ૦નો સાદિ થયો. (૨) જઘ૦ થયા પછી એની પુનઃ સંભાવના ન હોવા છતાં, ઉપશમશ્રેણી વગેરે જેવી કોઈ અવસ્થા હોય કે જ્યાં વિવક્ષિત પ્રક્રિયા જઘ૦ થયા વિના જ સર્વથા અટકી ગઈ હોય અને એ અવસ્થાથી પાછા નીચે પડવાનું સંભવિત હોવાથી પડવાનું થાય અને પાછો એ પ્રક્રિયાનો પ્રારંભ થાય. જેમકે શેષ ૧૨ કષાયોનો જઘ૦ સ્થિતિસંક્રમ ક્ષેપકને હોય છે અને એ પછી પુન: એનો સ્થિતિસંક્રમ ક્યારેય થતો નથી. પણ ઉપશમશ્રેણીમાં આ સ્થિતિસંક્રમની પ્રક્રિયા તે તે સ્થાને સર્વથા અટકી જાય છે અને પાછું ત્યાંથી પડવાનું થતાં એ શરુ થાય છે. આ સ્થિતિસંક્રમનો જે પુનઃ પ્રારંભ થાય છે તે અજઘ૦ હોવાથી અજઘનો સાદિ ભાંગો મળે છે. જે પ્રક્રિયામાં આ બેમાંથી એકેયની સંભાવના હોતી નથી એનો અજઘનો સાદિ ભાંગો મળતો નથી. જેમકે જ્ઞાનાવરણાદિનો જઘ૦ સ્થિતિસંક્રમ બારમે ગુણઠાણે છે અને એ પછી એ ક્યારેય પુન: થતો નથી. વળી આ સ્થાન પૂર્વે એવી કોઈ અવસ્થા નથી કે
જ્યાં જ્ઞાનાવરણાદિની સ્થિતિસંક્રમ સર્વથા બંધ થઈ ગયો હોય. માટે એના અજઘનો સાદિ ભાંગો મળતો નથી. સમ્યકત્વાદિની પ્રાપ્તિને અનુસરીને જેનું જઘ૦ હોય છે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org