________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૫૯
અશાતાદિ અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓ
જઘ૦ સ્થિતિસ્થાનનો જઘરસ અલ્પ હોય છે. બીજા સ્થિતિસ્થાનનો જઘ૦ એને તુલ્ય જ હોય છે. એમ યાવતું આક્રાન્તમાંની ઉત્કૃ સ્થિતિનો જઘ૨સ પણ તુલ્ય હોય છે. તેના કરતાં તેની પછીના સ્થિતિસ્થાનનો જઘરસ અનંતગુણ. ત્યારબાદ તેની પછીના સ્થિતિસ્થાનનો જઘરસ અનંતગુણ. આમ અનાક્રાન્તસ્થિતિઓના પ્રથમ નિવર્તનકંડકનો એક અસંમો ભાગ બાકી રહે ત્યાં સુધી જઘ૦૨સ અનંતગુણ કહેવો. ત્યારબાદ સૌથી નીચે જઘસ્થિતિનો ઉત્કરસ અનંતગુણ, પછી સમયાધિક જ સ્થિતિનો ઉત્કસ A, પછી કિસમયાધિક જઘસ્થિતિનો ઉત્કસ A... આમ જ સ્થિતિ તરફના એક નિવનકંડકપ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટરસ કહેવો. ત્યારબાદ અનાક્રાન્ત સ્થિતિઓમાં જ્યાં અટક્યા હતા તેની ઉપરના સ્થિતિસ્થાનનો જઘ રસ અનંતગુણ... પછી પાછા નીચે આક્રાન્તના બીજા નિવર્તનકંડકના જઘ૦ સ્થિતિસ્થાનથી ઉત્ક સ્થિતિસ્થાન સુધીનો ઉત્કરસ કહેવો. ત્યારબાદ પાછો અનાક્રાન્તમાંની પછીની સ્થિતિનો જઘસ A, પછી પાછા નીચેના ત્રીજા નિવર્તનકંડકના ઉત્કૃ૦રસો A-A. આમ આક્રાન્તમાંના એક એક કંડકને ઉત્ક અને અનાક્રાન્તના પ્રથમકંડકના શેષ રહેલા સ્થિતિસ્થાનોમાંની એક એક સ્થિતિનો જઘ૦ રસ ક્રમસર કહેતાં જવું. એમ કરતાં કરતાં આ શેષસ્થિતિઓની દ્વિચરમ સ્થિતિનો જઘરસ કહેવાશે અને ત્યારબાદ આક્રાન્તના ચરમકંડકનો ઉત્કૃષ્ટરસ કહેવો અને ત્યારબાદ અનાક્રાન્તના પ્રથમ કંડકના ચરમસ્થિતિસ્થાનનો જઘ૦રસ કહેવો. (આના પરથી ખ્યાલ આવી શકે છે કે અનાક્રાન્તના પ્રથમ નિવર્તનકંડકમાં જે અસંહ ભાગ છોડ્યો હતો તે આક્રાન્તના જેટલા કંડકો હોય એટલા સમયપ્રમાણ છે.) હવે આ પરિસ્થિતિ છે કે અનાક્રાન્તના પ્રથમકંડકની જઘ૦ સ્થિતિઓ કહેવાઈ ગઈ છે અને ઉત્કૃ સ્થિતિઓ કહેવાઈ નથી. એટલે એક ઉત્કૃષ્ટ એક જઘ, એમ ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનના જઘ૦ સુધી કહેવું. અને ત્યારબાદ ચરમકંડકની સ્થિતિઓનો ઉત્કૃ૦ રસ ક્રમશઃ કહી દેવો.
સ્થાપના માટે પૂ. (૫૬) જુઓ. અસત્કલ્પનાથી છઠ્ઠા પ્રાયોગ્ય જે જઘ છે તે ૧ છે અને ૧૫ કોકો એ ર૭ છે. (શાતા માટે ૧૫ કોકો એ ૧ છે અને છઠ્ઠા પ્રાયોગ્ય જા. એ ર૭ છે.) ૧. પંચસંગ્રહમૂળ અને એની પૂ.મલયગિરિ મ.કૃત વૃત્તિમાં સંખ્યાતમો ભાગ અહીં લખ્યો છે. પણ એ અશુદ્ધ લાગે છે, કેમકે એની સ્વોપલ્લવૃત્તિમાં પણ અસંમોભાગ જણાવેલ છે, અને યોગ્ય પણ એ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org