________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
જે બાકી રહ્યો છે તે ક્રમશઃ A-A કહેવો. પછી ઉપરના અનાક્રાન્તમાં જ્યાંથી અટકેલા તેની ઉપરની સ્થિતિનો જધ॰ A. પછી અક્રાન્તના પ્રથમ કંડકનો ઉત્કૃષ્ટ ક્રમશઃ AA પાછો અનાક્રાન્તમાં જ્યાં અટકેલા એની ઉપરની સ્થિતિનો જથ॰ A, પાછો આક્રાન્તના બીજા કંડકનો ઉત્કૃષ્ટ ક્રમશઃ A-A.
આમ યાવત્ ઉપરની અનાક્રાન્તના પ્રથમ કંડકના દ્વિચરમસ્થાનનો જધ॰ A કહેવો અને પછી આક્રાન્તના ચરમકંડકનો ઉત્કૃષ્ટ ક્રમશઃ A-A કહેવો.
પછી ઉપરની અનાક્રાન્તના પ્રથમ કંડકના ચરમસ્થાનનો જધ૰ A કહી દેવો. અહીં સુધીમાં બધી આક્રાન્તસ્થિતિઓ કહેવાઈ ગઈ છે, અને ઉપરના અનાક્રાન્તના પ્રથમ કંડકનો જઘ પણ કહેવાઈ ગયો છે.
૬૧
હવે ઉપરના અનાક્રાન્તની પ્રથમ સ્થિતિનો ઉત્કૃષ્ટ A, પછી ઉપરનો એક જધ, નીચેનો એક ઉત્કૃષ્ટ... એમ કહેતાં કહેતાં ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી પહોંચવું. ત્યારબાદ ચરમકંડકનો ઉત્કૃષ્ટ ક્રમશઃ અનંતગુણ અનંતગુણ કહી દેવો.
(અહીં ઉપરના અનાક્રાન્તમાં જે અસંમો ભાગ છોડ્યો એ આક્રાન્તના જેટલા કંડકો હોય એના કરતાં એક સમય અધિક જેટલા સમયપ્રમાણ છોડવો એ જણાય છે.) નીચેની અસત્કલ્પનાથી કરેલી સ્થાપના પરથી આ તીવ્રતા-મંદતાનો સ્પષ્ટ ખ્યાલ આવશે.
અસત્કલ્પનાએ–
સમયનું કંડક... નીચે અનાક્રાન્તમાં ૨ કંડક છે, આક્રાન્તમાં ૩ કંડક છે અને ઉપરના અનાક્રાન્તમાં ૨ કંડક છે. કુલ ૬૩ સ્થિતિસ્થાનો છે. તો તીવ્રતા-મંદતા પાછળ મુજબ થશે.૧
૧. સમ્ય॰ પ્રાપ્તિપૂર્વે અંતર્મુ॰ અંતર્મુહૂર્તે P/a ન્યૂન અપૂર્વ સ્થિતિબંધ થાય છે. તેથી નીચેની અનાક્રાન્ત સ્થિતિઓ બધી કાંઈ નિરંતર મળતી નથી. પણ આગળ આગળની મળે છે, માટે એ પણ અહીં કહી છે અથવા વ્યવહારનયાભિપ્રાયે સંભાવના માત્ર રૂપે ઘાત વગેરે દ્વારા તે તે સ્થિતિઓ પણ મળી શકે એમ માનવું. અથવા ક્ષાયોપસમ્ય૦ પામનારની અપેક્ષાએ મળી શકે એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org