________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
(૨) નિષેકપ્રરૂપણા– વિવક્ષિત સમયે બંધાતી પ્રકૃતિઓના ભાગે આવતું દલિક ક્રમશઃ ભોગવાય એટલા માટે એની જે વ્યવસ્થિત રચના થાય છે એને નિષેક કહે છે. પરંતુ જે સમયે બંધાય છે તે સમયથી પ્રારંભીને કેટલાંક સમયોમાં રચના થતી નથી. આ કાળને અબાધાકાળ કહે છે. તેની ઉપરના સમયથી – કે જે ભોગ્યકાળ છે - દલિકોની રચના થાય છે. આ ભોગ્યકાળના પ્રથમ સમયમાં ઘણા દલિકો, બીજા સમયમાં વિશેષહીન દલિકો, ત્રીજામાં વિશેષહીન... એમ યાવત્ ચરમસમય સુધી જાણવું.
પ્રથમસમયથી P/a જેટલા નિષેકો ઓળંગ્યા બાદ પ્રથમ નિષેક કરતાં અડધા દલિકોવાળું નિષેક આવે છે. આમ P/a ના આંતરે આંતરે યાવત્ ચરમસમયસુધીમાં દ્વિગુણહાનિના અસં॰ સ્થાનો આવે છે જેનું પ્રમાણ પલ્યોના વર્ગમૂળના અસંમા ભાગ જેટલું હોય છે (\P/a)
(૩) અબાધાકંડક– સ્થિતિબંધના વિકલ્પો કંઈક ન્યૂન ૭૦ કોકોસાગરો જેટલા છે જ્યારે અબાધાના વિકલ્પો કંઈક ન્યૂન ૭૦૦૦ વર્ષ જેટલા છે. તેથી સ્થિતિબંધના દરેક વિકલ્પને અબાધાનો સ્વતંત્ર વિકલ્પ મળી શકે નહીં એ સ્પષ્ટ છે.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ અબાધા હોય છે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં ૧ સમયન્યૂન બંધે પણ એટલી જ અબાધા હોય છે, એમ ૨ સમયન્યૂન-૩ સમયન્યૂન યાવત્ Pla ન્યૂનબંધે પણ એટલી જ અબાધા હોય છે. તે પછી ૧ સયમન્યૂનબંધે અબાધા પણ ૧ સમય ન્યૂન થાય છે. એ અબાધા પણ P/a સુધી સ્થિર રહે છે. પછી પાછી ૧ સમય અબાધા ઘટે છે જે P/a સુધી સ્થિર રહે છે. આ રીતે જઘ૦ સ્થિતિબંધ સુધી જાણવું.
૬૭
૧. ધારોકે એક જીવ વિવક્ષિત સમયે મિથ્યાત્વનો ૭૦ કોકો બંધ કરે છે. તો મિથ્યાત્વના ભાગે આવેલા અનંતા દલિકોમાંથી કોઈ દલિક એવા નથી બનતા કે જે બીજે જ સમયે ઉદયમાં આવી શકે. એમ કોઈ દલિકો એવા નથી બનતા કે જે ત્રીજા સમયે ઉદયમાં આવી શકે, એમ ચોથા સમયે.. એમ યાવત્ ૭૦૦૦ વર્ષે ઉદયમાં આવી શકે. આને અબાધાકાળ કહે છે. પણ કેટલાક દલિકા એવા બને છે કે જેથી તેઓ જો કોઈ કરણ ન લાગે તો, ૭૦૦૦ વર્ષ ને ૧સમયે ઉદયમાં આવી શકે. એના કરતાં કંઈક ઓછા દલિકો એવા બને છે કે જે ૭000 વર્ષ ને ૨ સમયે ઉદયમાં આવી શકે... એમ નિરંતર યાવત્ કેટલાક દલિકો એવા બને છે જે ૭૦ કોકો૦ સાગરોપમે ઉદયમાં આવે. આ રીતે બંધસમયે જ દલિકો એવા બની જવા કે જેથી અબાધાકાળના ઉપરના સમયથી ચરમસમયસુધીમાં ઉત્તરોત્તર સમયે વિશેષહીન વિશેષહીન ઉદયમાં આવી શકે. આને નિષેકરચના કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org